• Home
  • News
  • NPR કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી પ્રક્રિયા, આ ડેટાનો ઉપયોગ NRCમા નહીં થાય-અમિત શાહ
post

ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ન્યૂઝ એજન્સી એએનઆઇને ઇન્ટરવ્યૂ આપ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-25 13:51:42

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ન્યૂઝ એજન્સી એએનઆઇને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. શાહે કહ્યું- જનગણના અને NPR બન્ને સાથે ચાલનારી પ્રક્રિયાઓ છે. તે દસ વર્ષમાં થાય છે. 2011માં થઇ હતી હવે 2021માં થવી જરૂરી છે. NPR અમારા ઘોષણાપત્રનો એજન્ડા નથી. તે યૂપીએ સરકારનો કાયદો છે અને એક સારી પ્રક્રિયા છે. તેના માટે લાખો લોકોને ટ્રેનીંગ આપવાની છે. દરેક રાજ્યોમાં કચેરીઓ બનાવવાની છે. અમે અત્યારે નહીં કરીએ તો સમયસર પૂર્ણ નહીં થાય. દોઢ વર્ષની પ્રક્રિયા છે. અમે અત્યારે થોડા લેટ થઇ ગયા છીએ.

‘NRC અને NPRમાં કોઇ સંબંધ નથી. હું સ્પષ્ટ કરી દેવા માગુ છું કે બન્ને અલગ અલગ બાબતો છે. NRC વિવાદનો મુદ્દો નથી કારણ કે તેને સમગ્ર દેશમાં લાગૂ કરવાનો કોઇ વિચાર કરવામાં નથી આવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાચુ કહ્યું કે તેના પર હજુ કેબિનેટ કે સંસદમાં કોઇ વાત નથી થઇ.

‘NPR જનસંખ્યાના આધાર પર યોજનાઓનો આકાર અને આધાર બનાવે છે. NRCમાં લોકો પાસેથી નાગરિકતાનો પુરાવો માંગવામાં આવે છે. NPR માટે જે પ્રક્રિયા ચાલશે તે NRC સાથે સંબંધિત નથી. NPR ભાજપે શરૂ નથી કર્યું.

‘2004માં યૂપીએની સરકારે કાયદો બનાવ્યો હતો જેના અંતર્ગત પ્રક્રિયા શરૂ કરવામાં આવી. 2010માં જનગણના સમયે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સરકાર કંઇ પણ નવુ નથી લાવી. NPRનો કોઇ ડેટા NRCના ઉપયોગમાં આવી જ ના શકે. NPRમાં કોઇ દસ્તાવેજ માંગવામા નહીં આવે. જો કોઇ જાણકારી ઉપલબ્ધ નથી તો કોઇ વાંધો નથી.

અમુક બાબતો NPRમાં નવી છે. તેના આધાર પર યોજનાઓનું માળખું બને છે. જો કોઇ તેનો વિરોધ કરે છે તો તે ગરીબોનો વિરોધ કરે છે. ગુજરાતમાં ઓડિશા,યુપી, બિહારથી લોકો આવીને વસ્યા છે. હવે આ લોકો માટે કોઇ યોજના બનાવવી હોય તો તેનો આધાર શું હશે કે આવા કેટલા લોકો છે.

ઓવૈસી સાહેબને અમે કહીશું કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો તેઓ કહેશે કે પશ્વિમમાં ઉગે છે. પરંતુ હું તેમને પણ આશ્વસ્ત કરું છું કે તેનું NRC સાથે કોઇ લેવાદેવા નથી. લોકો કેટલા વર્ષોથી રહે છે તે એટલા માટે પૂછવામાં આવે છે જેથી કોઇ યોજના હોય તો તેમાં એ જાણકારીનો ઉપયોગ થાય. જો અલ્પસંખ્યકોને ડરાવવાનું કામ ન કરાયું હોત તો અત્યાર સુધી તેમને લાભ અત્યાર સુધી મળી ગયો હોત.

શાહે કહ્યું- 2015માં તેનું એડોપ્શન કરવામાં આવ્યું હતું પરંતુ દસ વર્ષમાં દેશમાં ઉથલપુથલ મચી જાય છે. તે લોકો કરે તો સમસ્યા નથી, અણે કરીએ તો સમસ્યા છે.

તેમણે કહ્યું- નાગરિકતા સંશોધન કાયદામાં કોઇની નાગરિકતા લેવાની જોગવાઇ જ નથી, માત્ર નાગરિકતા આપવાની જોગવાઇ છે. દેશના મુસલમાનોને ડરવાની જરૂરત નથી. NPRનું નોટિફિકેશન 31-7-2019ના મોકલી દેવાયું હતું. ઘણા રાજ્યોએ નોટિફાય કર્યું હતું. CAA માટે લોકોના મનમાં ભય દૂર થઇ ગયો છે તેથી અમુક લોકો NPRનો ભય ઉભો કરવા માગે છે.

શાહે કહ્યું- બંગાળ અને કેરળના મુખ્યમંત્રીઓને નિવેદન કરવા માગુ છું કે NPRનો વિરોધ ન કરે, આવું પગલું ન ભરે. ગરીબ જનતાને વિકાસશીલ કાર્યક્રમોથી દૂર ન રાખો, તેમને જોડો. તેનો NRC સાથે કોઇ સંબંધ નથી.

શાહે કહ્યું- રાજકારણ અને કમ્યુનિકેશનમાં અંતર છે. અમે નોટિફિકેશન જાહેર કર્યું, દરેક રાજ્યોએ તેને નોટિફાય કર્યું. રાજનીતિ એ છે કે કંઇક નવું આવી રહ્યું હોય તેના વિશે ભ્રમ ફેલાવી દો. લોકો સમજતા નથી, તેમને સમજાવવામાં આવે છે.

તેમણે CAA પર એક અઠવાડિયા સુધીના પ્રદર્શન પર કહ્યું- કમ્યુનિકેશનમાં કંઇક ખામી રહી હશે. પરંતુ મારું સંસદનું ભાષણ જોઇ લો જેમાં કહ્યું કે કોઇની પણ નાગરિકતા જવાની જોગવાઇ નથી. ભાષણોમાં સ્પષ્ટ કર્યું હતું કે નાગરિકતા દેવાનું બિલ છે, લેવાનું નહીં. પરંતુ લોકોને ભડકાવવામાં આવ્યા. એક પછી એક જગ્યાઓ પર હિંસા થઇ, પરંતુ માનું છું કે લોકો સમજી ગયા.

શાહે કહ્યું- આ સમગ્ર પ્રક્રિયા કોંગ્રેસના બનાવેલા કાયદા પ્રમાણે થઇ રહી છે. કોંગ્રેસે આ સમગ્ર પ્રક્રિયા 2010માં કરેલી છે. NPRનું NRC સાથે કોઇ લેવાદેવા નથી.

તેમણે કહ્યું- અમે એક એપ બનાવી છે જના પર લોકો જાણકારી ભરીને મોકલી શકે છે. તેમાં કોઇ પૈસા નહીં લાગે. જે જાણકારી મોકલવામાં આવશે, તેના આધાર પર રજિસ્ટર બનાવવામાં આવશે અને તેના આધાર પર ભવિષ્યની યોજનાઓનું માળખું તૈયાર થશે. આધાર નંબર હોય તો દેવામાં શું વાંધો છે ?’

શાહે કહ્યું- NPRના ડેટાનો ઉપયોગ NCR માટે કરવામાં આવશે તે અફવા છે. મુસ્લિમ ભાઇ આવી કોઇ અફવામાં ન પડે, આ માત્ર ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. હવે એક વિવાદ શાંત થઇ ગયો છે તો બીજો વિવાદ ઉભો કરવાની કોશિષ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું- જનગણના અને NPR બન્ને સાથે ચાલતી પ્રક્રિયા છે. આ દસ વર્ષોમાં થાય છે. 2011માં થઇ હતી તો 2021માં થવી જરૂરી છે. NPR અમારા ઘોષણાપત્રનો એજન્ડા નથી. તે યૂપીએ સરકારનો કાયદો છે અને એક સારી પ્રક્રિયા છે.

શાહે કહ્યું- તેના માટે લાખો લોકોને ટ્રેનિંગ આપવાની છે. દરેક રાજ્યોમાં કચેરી બનાવવાની છે. અમે અત્યારે નહીં કરીએ તો તે સમયસર પૂર્ણ નહીં થાય. દોઢ વર્ષની પ્રક્રિયા છે. અત્યારે પણ અમે થોડા લેટ થઇ ગયા છીએ.

તેમણે કહ્યું- CAA પર મેં સૌને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. શાંતિ જાળવવા માટે અમે રાજ્યો સાથે સંવાદ કર્યો હતો. હવે શાંતિ છે. મારું એટલું જ કહેવું છે કે CAA માટે ભ્રમ ફેલાવવામાં આવ્યો, આવા ભ્રમ ન ફેલાવવા જોઇએ. CAAનો સૌથી મોટો વિરોધ જો ક્યાંયથી થવાનો હોય તો તે નોર્થ ઇસ્ટ અને બંગાળ હતા. ત્યાં સરખામણી પ્રમાણે આવું કઇ નથી થયું. જે રાજ્યોનું CAA સાથે કોઇ લેવાદેવા નથી, ત્યાં રાજકીય આંદોલન ચલાવવામાં આવ્યા. આવા મુદ્દાઓને રાજકીય દ્રષ્ટિકોણથી ન જોવા જોઇએ.

શાહે કહ્યું- પોલીસને ટ્રેનિંગ આપવામાં આવે છે. જ્યારે કોઇ બસ સળગાવે છે અને મુસાફરો સળગી જાય તો શું થશે. એક દુકાન સળગાવી દીધી, કોઇ બેઠું છે તો તેનું શું થશે. ફાયરિંગ કરવાની નોબત ત્યારે આવે છે જ્યારે કોઇનો જીવ ખતરામાં હોય. જો તે નહી કરે તો તેનું કર્તવ્ય પૂરું નથી થતું.

પ્રધાનમંત્રીના ડિટેન્શન સેન્ટર વાળા નિવેદન પર શાહે કહ્યું- ડિટેન્શન સેન્ટર બન્યા છે. તે લગાતાર ચાલનારી પ્રક્રિયા છે. દુનિયાનો કોઇ પણ નાગરિક અહીં ઘૂસતો રહે તે ઠીક નથી. કોઇ નાગરિક આવે છે, જેને અહીં રહેવાની મંજૂરી નથી તો તેને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે છે. ડિટેન્શન સેન્ટર અને NRC વચ્ચે કોઇ લેવાદેવા નથી. અત્યારે જે ડિટેન્શન સેન્ટર ચર્ચામાં આવ્યું છે તે ગેરકાયદે પ્રવાસીઓના સંબંધમાં છે. આસામના NRCમાં અમુકની ઓળખ થઇ ગઇ તો દરેકને સરકારે છ મહિનાનો સમય આપ્યો છે કે ફોરેન ટ્રિબ્યૂનલમાં તેમનો પક્ષ રાખે અને તેને વકીલની સુવિધા પણ આપવામાં આવશે.

શાહે કહ્યું- અમે કોઇને ડિટેન્શન સેન્ટરમાં નથી રાખ્યા. આ અફવા ફેલાવવામાં આવી રહી છે. અમેરિકામાં કોઇ નાગરિક પકડાશે તો તેને ક્યાં રાખવામાં આવશે. ત્યાં પણ આવી વ્યવસ્થા છે. આવા નાગરિકોને ક્યાંક તો રાખવા પડશે. આવું ડિટેન્શન સેન્ટર એક આસામમાં બનેલું છે અને તે વર્ષોથી છે. મોદી સરકાર આવ્યા બાદ ક્યાંય ડિટેન્શન સેન્ટર નથી બન્યું. આસામ માટે કોઇ ડિટેન્શન સેન્ટર નથી બન્યું.