• Home
  • News
  • વિપક્ષના મહાગઠબંધનનો શંખનાદ:નીતીશે કહ્યું- વધુ ને વધુ પાર્ટીઓને એકજૂથ કરવાની છે; રાહુલે કહ્યું- દેશ પર આક્રમણ સામે લડીશું
post

નીતીશ ત્રણ દિવસના દિલ્હી પ્રવાસ પર છે. નીતીશ કુમાર ગઈકાલે, એટલે કે મંગળવારે દિલ્હીમાં જ મીસા ભારતીના ઘરે લાલુ યાદવને પણ મળ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-12 18:05:55

પટના: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે થઈ હતી. બેઠક બાદ નીતિશ અને રાહુલે મીડિયા સાથે વાતચીત કરી હતી.

નીતિશ કુમારે કહ્યું કે અમારી વિપક્ષી એકતા પર ચર્ચા થઈ છે. વધુમાં વધુ પક્ષોને સાથે લાવવાનો પ્રયાસ છે. અમે સકારાત્મક વાતચીત કરી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે નીતિશજીની પહેલ ખૂબ સારી છે. વિપક્ષને એક કરવા માટે ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. વિચારધારાની લડાઈ લડશે. દેશ પરના આક્રમણ સામે લડીશું.

આ પ્રેસ કોન્ફરન્સમાં મલ્લિકાર્જુન ખડગે, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને કોંગ્રેસ બિહાર અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ હાજર હતા. 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં આ બેઠક બાદ કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમારને યુપીએના કન્વીનર બનાવવામાં આવી શકે છે.

નીતીશ ત્રણ દિવસના દિલ્હી પ્રવાસ પર છે. નીતીશ કુમાર ગઈકાલે, એટલે કે મંગળવારે દિલ્હીમાં જ મીસા ભારતીના ઘરે લાલુ યાદવને પણ મળ્યા હતા. નીતીશ આજે તેજસ્વી યાદવ અને રાજશ્રીના ઘરે પણ પહોંચ્યા હતા. તેમણે લાલુની પૌત્રી કાત્યાયનીને રમાડી પણ હતી.

કોંગ્રેસને સાથે લઈને ચાલવાની વાત કહેતા રહે છે નીતીશ
આ નેતાઓની બેઠકને દેશના રાજકારણ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે વિપક્ષી એકતા અંગે કોઈ પગલું ઉઠાવવામાં આવી શકે છે. નીતીશ કુમાર પહેલાં પણ વિપક્ષી એકતાના સમર્થક રહ્યા છે. તેઓ અગાઉ પણ કોંગ્રેસને સાથે લેવાની વાત કરતા હતા.

કેટલાક વિપક્ષી દળો તેમના પ્રસ્તાવની વિરુદ્ધ છે. આરજેડી અને કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે નીતીશ યુપીએના કુળને વધારી શકે છે. નીતીશ કુમાર વિપક્ષી પાર્ટીઓને કોંગ્રેસનું નેતૃત્વ કરવા માટે મનાવી શકે છે. જ્યાં સુધી પીએમ પદના દાવાની વાત છે તો નીતીશ પહેલાં જ કહી ચૂક્યા છે કે તેઓ એના ઉમેદવાર નથી અને નિર્ણય જે પણ હોય, 2024ની લોકસભા ચૂંટણી પછી નેતાની પસંદગી કરવામાં આવશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post