• Home
  • News
  • જન્માષ્ટમીએ શામળાજી મંદિર ખુલ્લું રહેશે, જન્માષ્ટમીની સાદગીપૂર્વક ઉજવણી કરાશે
post

આરતી ભોગ કે ભગવાનના જન્મોત્સવ વખતે શ્રદ્ધાળુઓને પ્રવેશ અપાશે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-10 11:24:54

શામળાજી: કોરોના મહામારીને કારણે આ વર્ષે રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી થઇ શકશે નહીં. જેના અનુસંધાને અરવલ્લીમાં શામળાજી ખાતે આવેલ ભગવાન શામળિયાના મંદિરમાં પણ આ વર્ષે જન્માષ્ટમી પર્વની સાદગીપૂર્વક ઉજવણી કરાશે. જન્માષ્ટીના દિવસે શ્રદ્ધાળુ દર્શન કરી શકે તે માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવશે પરંતુ આરતી ભોગ કે ભગવાનના જન્મોત્સવ વખતે શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. દિવસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના અમલ સાથે જ ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરી શકશે તે પ્રકારનો આયોજન કરાયું છે.

જન્માષ્ટમીને પગલે શ્રદ્ધાળુઓની ભીડ એકઠી ન થાય તે માટે ભગવાનના જન્મ સમયે એક માત્ર પૂજારીઓ પૂજા અને ભોગ ધરાવાશે
વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ એકત્ર થાય તો ચેપ વધુ ફેલાઈ શકે છે. કોરોના સંક્રમણ અટકાવવા સરકારે મેળાઓ અને ભીડ વચ્ચે ઉજવાતા તહેવારો ઉપર પ્રતિબંધ મૂક્યો છે.આ અંગે શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી રણવીરસિંહ ડાભીએ જણાવ્યું કે જન્માષ્ટમીને પગલે શ્રદ્ધાળુઓની ભીડ એકઠી ન થાય તે માટે ભગવાનના જન્મ સમયે એક માત્ર પૂજારીઓ પૂજા અને ભોગ ધરાવાશે. આ સમયે શ્રદ્ધાળુઓને પ્રવેશ નહીં આપવામાં આવે દિવસ દરમિયાન શામળાજી મંદિર ખુલ્લું રાખવામાં આવશે. ટેકનોલોજીના માધ્યમથી જન્મોત્સવની ઉજવણી નિહાળી શકાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post