• Home
  • News
  • શેન વોર્નની કેપ ક્રિકેટ ઇતિહાસની સૌથી મૂલ્યવાન યાદ બની, અત્યાર સુધીમાં 5.20 લાખ ડોલરની બોલી બોલાઈ
post

અગાઉ સર ડોનાલ્ડ બ્રેડમેનની કેપ માટે 2003માં 4,25,000 ડોલરમાં વેચાઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 11:31:13

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વોર્ને ટેસ્ટ કરિયર દરમિયાન પહેરેલી ગ્રીન કેપની હરાજી થઇ રહી છે. તેણે સોમવારે ટ્વિટર પર કહ્યું હતું કે, હરાજીથી જે પણ રકમ મળે તેનાથી જંગલોમાં લાગેલી આગથી પ્રભાવિત લોકોને મદદ કરશે. તેની કેપની હરાજી માટેની બોલી માત્ર બે કલાકમાં 2,75, 000 ડોલરને પાર કરી ગઈ હતી. અત્યારે લેટેસ્ટ બોલી 5,20,500 ડોલરની લાગી છે. સિડનીના એમસી નામના વ્યક્તિએ બોલી લગાવી છે. સાથે તેની બેગી ગ્રીન કેપ ક્રિકેટ ઇતિહાસની સૌથી મૂલ્યવાન યાદ બની ગઈ છે. અગાઉ સર ડોનાલ્ડ બ્રેડમેનની કેપ માટે 2003માં 4,25,000 ડોલરની બોલી લાગી હતી.

હરાજીમાં વેચાયેલી અત્યાર સુધીની સૌથી મોંઘી ક્રિકેટ એસેસરીઝ:

1) ડોન બ્રેડમેને પોતાની અંતિમ ટેસ્ટમાં પહેરેલી કેપ 2003માં 1,70,000 પાઉન્ડમાં વેચાઈ હતી.
2)
એમએસ ધોનીએ 2011ના વર્લ્ડ કપ ફાઇનલમાં વાપરેલું બેટ 2011માં 1,00,000 પાઉન્ડમાં વેચાયું હતું.
3)
જોન વિઝ્ડન ક્રિકેટર્સ અલમાનકનું આખું સેટ 2008માં 84,00 પાઉન્ડમાં વેચાયું હતું.
4)
ગેરી સોબર્સે જે બેટથી 6 બોલમાં 6 સિક્સ મારી હતી તે 2000માં 54,257 પાઉન્ડમાં વેચાયું હતું.
5)
સોબર્સે જે બેટથી પાકિસ્તાન સામે 365* રન કર્યા હતા તે 2000માં 47,475 પાઉન્ડમાં વેચાયું હતું.


વોર્ને પૂરા કરિયર દરમિયાન કેપ પહેરી હતી

હરાજીની વેબસાઇટ પરની માહિતિ મુજબ શેન વોર્ને ટેસ્ટ કારકિર્દીમાં રમનારી તમામ 145 મેચ દરમિયાન કેપ પહેરી હતી. જેમાં તેણે ઓસ્ટ્રેલિયા તરફથી 708 વિકેટ ઝડપી હતી. કેપ વોર્ન દ્વારા ઓટોગ્રાફ કરેલા પ્રમાણપત્ર સાથે આવશે. ઓનલાઇન હરાજીથી મેળવેલી 100% રકમ બુશફાયર પીડિતોને દાન કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post