• Home
  • News
  • શેફાલીએ 16 વર્ષ 40 દિવસમાં વર્લ્ડ કપ ફાઈનલ રમી, બંને ફોર્મટમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સૌથી યુવા ખેલાડી
post

શેફાલી વર્માએ મહિલા-પુરુષ બંનેમાં સૌથી ઓછી ઉંમરમાં વર્લ્ડ કપ ફાઈનલ રમી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-11 10:07:19

નવી દિલ્લી : ભારતીય મહિલા ટીમની શેફાલી વર્મા કોઈ પણ ફોર્મેટ(ટી-20 અને વનડે)માં વર્લ્ડ કપ ફાઈનલ રમનારી સૌથી યુવા(મહિલા અને પુરુષ) ખેલાડી બની છે. ઓસ્ટ્રેલિયાની સામેની મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઉતરતાની સાથે જ તેણે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ફાઈનલ રમી રહેલી શેફાલીની ઉંમર 16 વર્ષ 40 દિવસ છે. અગાઉ વેસ્ટઈન્ડીઝની મહિલા ક્રિકેટર શકાના ક્વિનટાઈને આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેણે 2013માં 17 વર્ષ 45 દિવસની ઉંમરમાં વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં રમી હતી.

 

શેફાલી ઓસ્ટ્રેલિયાની સામેની ફાઈનલમાં મોટી ઈનિંગ રમી શકી ન હતી. તે ભારતીય ઈનિંગના ત્રીજા બોલમાં માત્ર 2 રન બનાવીને આઉટ થઈ હતી. તેને મેગન શૂટે વિકેટકીપર એલિસા હિલીના હાથે કેચ આઉટ કરાવી હતી. અગાઉ આ ટી-20 વર્લ્ડ કપની 4 મેચમાં તેમણે 161 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે બે મેચમાં 47 અને 46 રનની ઈનિંગ રમી હતી. જોકે તે એક વખત પણ પાંચાસનો આંકડો પાર કરી શકયા નથી.

 

વર્લ્ડ કપમાં શેફાલી ટી-20 રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બની

આ પ્રદર્શનનો તેમને ટી-20 રેન્કિંગમાં ફાયદો મળ્યો અને તે આ ફોર્મેટમાં વિશ્વની નંબર-1 બેટ્સમેન બની. તેમને સૌથી ઓછી 18 મેચમાં આ ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે. આ ભારતીય બેટ્સમેને ન્યુઝીલેન્ડની સૂજી બેટ્સને એક ક્રમાંક નીચે ખસેડી હતી. તેમની ઈનિગના પગલે ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી.