• Home
  • News
  • શિખર ધવને કહ્યું, IPLમાં આ વખતે દિલ્હી કેપિટલ્સની ટીમ મજબૂત, ટાઇટલ જીતીને ટ્રોફી ફેન્સના નામે કરીશું
post

ભારતીય ટીમના ઓપનર શિખર ધવને કહ્યું કે, રોહિત શર્મા સાથે ઓપનિંગમાં શાનદાર તાલમેલ છે, બંને અંડર-19થી મિત્ર છીએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-12 12:23:36

ભારતીય ટીમના ઓપનર શિખર ધવને કહ્યું કે, "આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમ ઘણી મજબૂત છે. અમે આ વખતે ચોક્કસપણે ટાઇટલ જીતશું. ચેમ્પિયન બન્યા બાદ ટ્રોફી દિલ્હીના ફેન્સના નામે કરીશું." જોકે, ટીમનો કેપ્ટન શ્રેયસ ઐયર છે. 

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)  કોરોનાવાયરસને કારણે IPLને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી છે. આ વખતે ટૂર્નામેન્ટ 29 માર્ચે શરૂ થવાની હતી. હાલના શેડયૂલ પ્રમાણે પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થશે.

ધવને DC સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ કર્યું
ધવને DC સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટિંગમાં કહ્યું હતું કે મેદાનમાં રોહિત શર્મા સાથે તેનો સારો તાલમેલ છે. તેણે રોહિતની સાથે અંડર -19માં ઘણી વખત બેટિંગ કરી છે. જો ધવનને પિચ પર સમસ્યા છે, તો તે રોહિત સાથે વાત કરે છે. મેદાનની બહાર પણ રોહિત અને ધવનની સારી મિત્રતા છે. બધા સાથી ખેલાડીઓ સાથે પણ તેના સારા સંબંધ છે. વર્ષના લગભગ 200 દિવસ સાથી ખેલાડીઓ સાથે વિતાવે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ એક પરિવાર છે.

પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે
શિખરે કહ્યું કે તેની પત્ની અને બાળકો ઓસ્ટ્રેલિયામાં રહે છે. તે ખુદ મેચમાં વ્યસ્ત હતો. આવી સ્થિતિમાં તે પરિવારને ઓછો સમય આપી શકતો હતો. પરંતુ તેને કોરોનાને કારણે લોકડાઉનનો સારો સમય મળ્યો, જે તેણે પરિવાર સાથે વિતાવ્યો છે.

ટીમની અંદર-બહાર થવાથી બહુ ફરક પડતો નથી
ફાસ્ટ બોલર ઉમેશ યાદવે કહ્યું છે કે, ટીમની અંદર-બહાર થવાથી તેને બહુ ફરક પડતો નથી.. તેણે ન્યૂઝ એજન્સીને કહ્યું, 'સાચું કહું તો હું માનસિક રીતે ખૂબ જ મજબૂત છું અને તેનાથી આ બાબતે મને ફાયદો થાય છે. હું રમી રહ્યો ન હોઉં, ત્યારે હું મારી રમતને વધુ સારી બનાવવા માટે પ્રેક્ટિસ કરું છું. હું મારી ટેક્નિક સુધારવાનો પ્રયાસ કરું છું. "

ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છું
ઉમેશે કહ્યું કે તે લોકડાઉનમાં દિલ્હીમાં તેની પત્ની સાથે છે. ઘરથી થોડે દૂર ખાલી મેદાન છે. જ્યાં તે છેલ્લા કેટલાક દિવસોથી દોડવા જાય છે. તેમલણે કહ્યું, "આશિષ ભાઈ (નેહરા) અને ઝક પા (ઝહીર ખાન) એ પણ મને ખૂબ મદદ કરી. કેટલીકવાર હું મારા બોલિંગ કોચ ભરત અરૂણ સર સાથે પણ ચેટ કરું છું." ઉમેશે કહ્યું કે જ્યારે પણ ભારતમાં ક્રિકેટ શરૂ થશે, ત્યારે તે જ્યાં તક મળશે ત્યાં રમશે. પછી ભલેને તે જિલ્લા કક્ષાએ હોય.