• Home
  • News
  • મહારાષ્ટ્રમાં શિવસેનાની ભાજપને ચીમકી, વિધાનસભા ચૂંટણીમાં 144 બેઠકો મળશે તો જ ભાજપ સાથે ગઠબંધન
post

મહારાષ્ટ્રમાં શિવસેનાની ભાજપને ચીમકી, વિધાનસભા ચૂંટણીમાં 144 બેઠકો મળશે તો જ ભાજપ સાથે ગઠબંધન

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-21 12:55:49

મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીની બેઠકોની ફાળવણીને લઇને ભાજપ અને શિવસેના વચ્ચે વિવાદ ઉભો થયો છે, શિવસેના નેતા સંજય રાઉતે સ્પષ્ટ કહ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી શિવસેના 144 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે અને ભાજપ 144 બેઠકો શિવસેનાને આપશે તો જ તેમની વચ્ચે ગઠબંધન થશે, કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ સાથે અડધી-અડધી બેઠકોની વહેંચણીને લઇને ચર્ચા થઇ હતી, તે પ્રમાણે વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 144 ભાજપ પાસે રહેશે અને 144 બેઠકો પર શિવસેનાના ઉમેદવારો હશે તેવી ચર્ચા થઇ હતી, અગાઉ મહારાષ્ટ્ર સરકારના મંત્રી દિવાકર રાઉતે પણ આ વાત કરી હતી, તેઓ મહારાષ્ટ્ર સરકારમાં શિવસેનામાંથી મંત્રી છે, અને તેમના નિવેદન બાદ સંજય રાઉતે સ્પષ્ટતા કરી છે.
 
બીજી તરફ ભાજપ શિવસેનાને 120 કરતા વધુ બેઠકો આપવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું છે, એટલે કે માંગણી કરતા શિવસેનાને 24 બેઠકો ઓછી મળે તેમ છે, અગાઉ 2014 વિધાનસભા ચૂંટણી વખતે પણ વિવાદને કારણે ભાજપ-શિવસેનાનું ગઠબંધન તૂટ્યુ હતું. બંને પાર્ટીઓએ જુદા જુદા ચૂંટણી લડી હતી, પરંતુ પરિણામ પછી બંનેએ સાથે મળીને સરકાર બનાવી હતી, ભાજપને 122 અને શિવસેનાને 23 બેઠકો મળી હતી. આ વખતે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીએ ગઠબંધન કર્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post