• Home
  • News
  • શિવરાજ સરકારના કેબિનેટની રચના આ સપ્તાહે થશે; 26 સભ્યનું મંત્રીમંડળ હશે, સિંધિયા સમર્થક 10 નેતા મંત્રી બની શકે છે
post

20 માર્ચે કમલનાથ સરકાર પડ્યા બાદ 23 માર્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-14 11:02:39

ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું પ્રધાનમંડળ આ સપ્તાહ શપથ લે તેવી શક્યતા છે. મુખ્યમંત્રીએ સોમવારે આ અંગે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે લોકડાઉનનો પ્રથમ તબક્કો મંગળવારે પૂરો થાય છે. હવે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરીને મંત્રીઓને શપથ અપાવવામાં આવી શકે છે. આ સાથે એવી પણ માહિતી છે કે શિવરાજ સિંહના મંત્રીમંડળમાં 10 સિંધિયા સમર્થકોને પ્રધાન બનાવવામાં આવી શકે છે.તેઓ અગાઉ પણ કમલનાથ સરકારમાં મંત્રી હતા. 26 લોકો મંત્રી પદની શપથ લઈ શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા 10 માર્ચના રોજ ભાજપ સાથે જોડાયા હતા. તેમના સમર્થનમાં 22 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું.

20 માર્ચના રોજ કમલનાથ સરકાર પડ્યા બાદ 23 માર્ચના રોજ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શપથ લીધા હતા. પ્રદેશના ઈતિહાસમાં આ પ્રથમ એવી ઘટના હતી કે જ્યારે કોઈ મુખ્યમંત્રીએ મંત્રીમંડળ વગર આટલા લાંબા સમય સુધી જવાબદારી સંભાળવી હોય. રવિવારે ભૂતપુર્વ મુખ્યમંત્રી કમનલાથે કહ્યું હતું કે આ કેવી સરકાર છે, જેમાં આ સંકટના સમયમાં કોઈ સ્વાસ્થ્ય મંત્રી જ નથી.

પોતાના લોકોને મનાવવા ખૂબ જ મુશ્કેલ કામ

મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 35 મંત્રી હોઈ શકે છે. 10 સિંધિયા સમર્થકોને જો મંત્રી બનાવવામાં આવશે તો ત્યારબાદ બાકીના 24 સ્થાનો માટે ભાજપ તેના વિધાયક દળમાંથી દાવેદારોને પસંદ કરશે. બે ડઝન ચહેરાની પસંદગી જ સૌથી મોટો પડકાર છે, કારણ કે મંત્રીદર માટે અનેક દાવેદાર છે. અનેક જૂના ચહેરા પણ આ વખતે લાઈનમાં છે. ભાજપ સામે પોતાના જ લોકોને મનાવવાનો સૌથી મોટો પડકાર છે.

પ્રાદેશિક સંતુલન સાધવાની કવાયત

શિવરાજની નવી સરકારમાં સામાજીક સમીકરણ અને પ્રાદેશિક સંતુલન સાધવાની કવાયત થશે. પ્રાદેશિક સ્તર પર પ્રદેશના તમામ વિભાગોમાંથી પ્રધાન બનાવવા સાથે સામાજીક સમીકરણના સ્તર પર ક્ષત્રિય, બ્રાહ્મણ, પછાત, અનુસૂચિત જાતિ તથા આદિવાસી સમાજના પ્રતિનિધિઓની સંભાવના છે. જો કે ક્યાંક ક્યાંક ભૌગોલિક સંતુલન બગડી રહ્યુ છે. સાગર જીલ્લાની વાત કરીએ તો ત્યાં ગોપાલ ભાર્ગવ, ભૂપેન્દ્ર સિંહ સાથે ગોવિંદ સિંહ રાજપુતને કેબિનેટમાં સામેલ થનારા ત્રીજા દાવેદાર બની ગયા છે. આ સ્થિતિ રાયસેન જીલ્લાની છે. અહીંથી પ્રભૂરામ ચૌધરી સાથે રામપાલ સિંહ પણ મુખ્યમંત્રી બનવાની દોડમાં છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post