• Home
  • News
  • IPLમાં ગુજરાત લાયન્સ પછી ટાઈટન્સની સફરના ચોંકાવનારા આંકડા; રેકોર્ડ જાણી સ્તબ્ધ થઈ જશો
post

બંને અલગ-અલગ ટીમને પહેલી હાર એક જ ફ્રેન્ચાઈઝી સામે મળી

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-25 10:59:53

મુંબઈ: IPL 15ની સિઝનમાં જો કોઈ ટીમ અત્યારસુધી સૌથી વધુ સફળ રહી હોય તો એ ગુજરાત ટાઈટન્સ છે. હાર્દિકની શાનદાર કેપ્ટનશિપ તથા યુવા અને અનુભવી ખેલાડીના કોમ્બિનેશને GTને અલગ સ્તર સુધી પહોંચાડી દીધી છે. અત્યારે 7 મેચમાંથી 6 જીતીને ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પર છે. તેવામાં હવે અત્યારે જો જૂની ફ્રેન્ચાઈઝી ગુજરાત લાયન્સ સાથે GTની શરૂઆતી સફર અંગે વાત કરીએ તો બંને વચ્ચે જોરદાર સંયોગ જોવા મળ્યો છે.

IPL ઈતિહાસમાં ગુજરાતની બીજી ટીમ
ટાઈટન્સ IPLમાં ગુજરાતની બીજી ટીમ છે. આની પહેલા 2016 અને 2017માં ગુજરાત લાયન્સે ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેવામાં હવે લાયન્સની શરૂઆતી સફર પર જ ટાઈટન્સ અગ્રેસર છે.

લાયન્સે શરૂઆતની 7 મેચમાંથી પહેલી 3 મેચ જીતી પછી 1માં હારનો સામનો કર્યો અને ફરીથી બેક ટુ બેક 3 મેચ પોતાને નામ કરી હતી. આવું જ કંઈક ગુજરાત ટાઈટન્સ કરી રહી છે. ટીમે અત્યારસુધીની કુલ 7માંથી પહેલા 3 મેચ જીતી પછી 1માં હારનો સામનો કર્યો અને પછી ફરીથી જીતની હેટ્રિક મારી છે.

·         બંને ગુજરાતની અલગ અલગ ટીમોએ સિઝનની પહેલી હારનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જ કર્યો છે.

શરૂઆતની 7 મેચમાં ગુજરાત લાયન્સનું પ્રદર્શન

ક્રમ

વિરૂદ્ધ

નિર્ણય

1

પંજાબ

જીત

2

રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ

જીત

3

મુંબઈ ઈન્ડિયન્સ

જીત

4

સનરાઈઝર્સ હૈદરાબાદ

હાર

5

રોયલ ચેલેન્જર બેંગ્લોર

જીત

6

દિલ્હી કેપિટલ્સ

જીત

7

રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ

જીત

શરૂઆતની 7 મેચમાં ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન

ક્રમ

વિરૂદ્ધ

નિર્ણય

1

લખનઉ સુપર જાયન્ટ્સ

જીત

2

દિલ્હી કેપિટલ્સ

જીત

3

પંજાબ કિંગ્સ

જીત

4

સનરાઈઝર્સ હૈદરાબાદ

હાર

5

રાજસ્થાન રોયલ્સ

જીત

6

ચેન્નઈ સુપર કિંગ્સ

જીત

7

કોલકાતા નાઈટ રાઈડર્સ

જીત

2016માં લાયન્સે પ્લેઓફમાં જગ્યા બનાવી હતી
સુરેશ રૈનાની કેપ્ટનશિપ હેઠળની ગુજરાત લાયન્સની ટીમ 14 મેચમાંથી નવ જીત અને પાંચ હાર સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી. તેને 18 પોઈન્ટ્સ હતા.

·         લાયન્સે તેમની પહેલી સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવી હતી.

·         લાયન્સ ક્વોલિફાયર-1માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને ક્વોલિફાયર-2માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારી ગઈ હતી.

શું હાર્દિક પંડ્યાની ટીમ પ્લેઓફમાં પહોંચશે?
ગુજરાત ટાઇટન્સ અત્યારે સાત મેચમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તેણે છ મેચ જીતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન ગુજરાતનો નેટ રન રેટ +0.396 છે. તેવામાં હવે ગુજરાતને હજુ સાત મેચ રમવાની બાકી છે. જો ટીમ આમાંથી વધુ ત્રણ મેચ જીતે છે તો તેનું પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત થઈ જશે. એક-બે જીત પછી પણ સ્થિતિ તેના પક્ષમાં રહેશે, પરંતુ તેણે અન્ય ટીમોના પ્રદર્શન પર નિર્ભર રહેવું પડશે.