• Home
  • News
  • 15 સપ્ટેમ્બર આસપાસ વિધાનસભાનું ટૂંકું ચોમાસું સત્ર બોલાવવાની હિલચાલ, કોરોના, વરસાદ અને રાજ્યની સ્થિતિની ચર્ચા થશે
post

કોરોનાના કારણે વિધાનસભાનું અંદાજપત્ર સત્ર 23 માર્ચના રોજ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 10:52:03

કોરોનાના કારણે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 માર્ચે અધવચ્ચેથી સ્થગિત કરવામાં આવ્યા બાદ હવે સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં એટલે કે 15 સપ્ટેમ્બર આસપાસ બેથી ત્રણ દિવસનું ટૂંકું ચોમાસું સત્ર બોલાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં રાજ્યની કોરોનાની સ્થિતિથી માંડીને ન્યૂ નોર્મલ સુધીની ચર્ચા અને અલગ અલગ નિર્ણયો લેવામાં આવી શકે છે.

જુનિયર ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડાશે
આગામી 15મી સપ્ટેમ્બર બાદ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળી શકે છે. કોરોનાની મહામારીને પગલે ખાસ બેઠક વ્યવસ્થા સાથે બે-ત્રણ દિવસનું સત્ર મળે તેવી સંભાવના છે.આ વખતે કોરોનાના વધતા જતાં સંક્રમણને પગલે ગુજરાત વિધાનસભામાં મંત્રીઓ-ધારાસભ્યોને બેસવા માટે ખાસ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. એટલું જ નહીં, જુનિયર ધારાસભ્યોને તો પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવા નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિધાનસભા સત્ર દરમિયાન મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

મર્યાદિત સ્ટાફને વિધાનસભામાં પ્રવેશ મળશે
કોરોનાની મહામારીને કારણે જ 23મી માર્ચે વિધાનસભા સ્થગિત કરવી પડી હતી., હવે જ્યારે વિધાનસભાનુ સત્ર મળનારૂ છે. તે બે અથવા ત્રણ દિવસનું ચોમાસું સત્ર મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વખતે મર્યાદિત સ્ટાફને પણ વિધાનસભામાં પ્રવેશ આપવા નક્કી કરાયું છે. 15મી સપ્ટેમ્બર બાદ વિધાનસભા સત્ર મળી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post