• Home
  • News
  • મેડ્રિડ સ્પેન માસ્ટર્સની ફાઈનલમાં હારી ગઈ સિંધુ:તુનજુંગે પીવી સિંધુ સામે પહેલી જીત સાથે પ્રથમ વર્લ્ડ ટૂર ટાઈટલ જીત્યું
post

આ વર્ષની શરૂઆતમાં સિંધુ સતત ત્રીજી વખત ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-03 19:46:05

સ્પેન: બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ મેડ્રિડ સ્પેન માસ્ટર્સ સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઈનલમાં ઈન્ડોનેશિયાની ગ્રેગોરિયા મેરિસ્કા તુનજુંગ સામે હારી ગઈ હતી. વર્લ્ડ નંબર-12 તુનજુંગે તેને ફાઈનલ ગેમમાં પરત ફરવાની તક આપી નહોતી. અને બન્ને ગેમ સરળતાથી 8-21, 8-21થી જીતી લીધી હતી. સિંધુ સામે તુનજુંગની આ પ્રથમ જીત છે.

સિંધુએ ફાઈનલ પહેલા 7 વખત ઈન્ડોનેશિયાની ખેલાડીનો સામનો કર્યો હતો. જેમાં સિંધુએ તમામ મેચ જીતી હતી. તુનજુંગનું આ પ્રથમ વર્લ્ડ ટૂર ટાઈટલ છે.

તુનજુંગે મારિનને અને સિંધુએ મિને સેમિફાઈનલમાં ​​​​​​હરાવી
12
મી ક્રમાંકિત તુનજુંગે અગાઉ ટોચની ક્રમાંકિત અને ભૂતપૂર્વ ઓલિમ્પિક ચેમ્પિયન કેરોલિના મારિનને સેમિફાઈનલમાં હરાવી હતી. બીજી તરફ સિંધુએ સેમિફાઈનલમાં સિંગાપોરની યેઓ જિયા મિને 24-22, 22-20થી હરાવી હતી. આ મેચ પહેલા સિંધુનો હાથ ઉપર માનવામાં આવતો હતો. આ મેચ પહેલા સિંધુ અને યેઓ જિયા મિને ત્રણ વખત એકબીજાનો સામનો કર્યો હતો, જેમાં સિંધુ ત્રણેય વખત જીતી હતી. બન્ને ખેલાડીઓ વચ્ચે છેલ્લી મેચ બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સની સેમિફાઈનલમાં રમાઈ હતી, જેમાં સિંધુનો 21-19, 21-17થી વિજય થયો હતો. હવે બન્ને ખેલાડીઓનો રેકોર્ડ 3-1 થઈ ગયો છે.

આ વર્ષે પ્રથમ વખત ફાઈનલમાં પહોંચી
સિંધુ માટે આ વર્ષે કોઈ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચવાનો આ પ્રથમ પ્રસંગ છે. બીજી ક્રમાંકિત સિંધુએ લાંબી ઈજામાંથી પરત આવ્યા બાદ પોતાની લય શોધવા માટે સંઘર્ષ કર્યો હતો અને આ વર્ષે છેલ્લી કેટલીક ટૂર્નામેન્ટમાં તે બીજા રાઉન્ડના અવરોધને પાર કરી શકી નહોતી.

આ વર્ષની શરૂઆતમાં સિંધુ સતત ત્રીજી વખત ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. તે આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલી ઇંગ્લેન્ડ ઓપન, મલેશિયા ઓપન અને ઈન્ડિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post