• Home
  • News
  • ઉદઘાટનના 6 દિવસ પહેલાથી કરતારપુર ગુરુદ્વારા ઝળહળ્યું
post

પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરનું ઉદઘાટન 9 નવેમ્બરે થશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-04 11:08:35

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરનું ઉદઘાટન 9 નવેમ્બરે થશે. તેના પહેલા જ વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે કરતારપુર પરિસરની શ્રેષ્ઠ તસવીરો ટ્વિટ કરી હતી. તેમાં મુખ્ય ગુરુદ્વારા દરબાર સાહિબની તસવીરો છે. ઈમરાને એમ પણ કહ્યું કે તે ગુરુનાનક સાહેબની 55ડમી જયંતી પર શીખ શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયાર છે. ઈમરાને નિર્માણકાર્ય સમયસર પૂરું કરી લેવા માટે પોતાની સરકારને શુભેચ્છા પાઠવી હતી. પાકિસ્તાનમાં કહેવાય છે કે ઈમરાન ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેના પહેલા તેમણે અહીં આવવાના ઈચ્છુક શીખ શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટની શરતો પણ સમાપ્ત કરી હતી. ફક્ત જરૂરી કાયદેસર ઓળખપત્ર ફરજીયાત કર્યો હતો. સાથે કહ્યું હતું કે અહીં આવવા ભારતીયોએ 10 દિવસ પહેલા રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. ગુરુનાનક સાહબેની 550મી જયંતિ અને કોરિડોરના ઉદઘાટનના દિવસે ચાર્જ પણ નહીં લેવાય. જોકે અન્ય દિવસોમાં 1400 રૂપિયા ફી વસૂલાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post