• Home
  • News
  • વેક્સિન ક્યારે અને ક્યા મુકાવવા જવાની છે તેનો મોબાઈલમાં SMS આવશે, સરવેમાં રજિસ્ટર્ડ થયેલા હશે તેમને જ રસી મુકાશે, પહેલા ડોઝ બાદ ફરી મોબાઇલ પર મેસેજ આવશે અંતે કોરોના રસીકરણનું સર્ટિ. પણ મળશે
post

રસીકરણ કેન્દ્રમાં ચાર ઓફિસરને જવાબદારી, એક પરીક્ષણ કરશે, બીજા આધારકાર્ડની ખરાઇ કરશે, ત્રીજા રસી આપશે અને ચોથા ઓફિસર સંકલન કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 09:42:28

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના રસીકરણ માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રસી માટે સરવેમાં જે મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હશે તેમાં ક્યારે અને ક્યા રસી માટે જવાનું છે તેનો મેસેજ આવશે. ત્યારબાદ રસીકરણ કેન્દ્ર પર ચાર ઓફિસરને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવી છે. સરવેમાં જેમના રજિસ્ટર્ડ થયા છે તેમને જ રસી મૂકવામાં આવશે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેષ ભંડેરીએ જણાવ્યું હતું કે, કોરોના વિરોધી રસીકરણ કાર્યક્રમ માટે લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે, જેની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થવા તરફ છે. આ માટે દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા કોવિડ એપ બનાવવામાં આવે છે. ટેક્નોલોજી દ્વારા સમગ્રપણે સંચાલિત થનારી આ કામગીરી હેઠળ બે તબક્કામાં કોરોના વિરોધી રસી લાભાર્થીઓને મૂકવામાં આવશે, જે લોકો રજિસ્ટર્ડ થયેલા હશે તેમને જ રસી મૂકી શકાશે. રસીકરણ કામગીરી માટે વેઈટિંગ રૂમ, રસીકરણ રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ તૈયાર કરવામાં આવશે. જે મોટા, હવા-ઉજાસવાળા, પીવાના પાણીની સગવડવાળા, હેન્ડવોશ અને સેનિટેશનની સુવિધાવાળા હશે.

સમજો, કેવી રીતે થશે કોરોના રસીકરણ

·         સરવેમાં જે લોકોના નામ નોંધાયા તેમના મોબાઇલ પર ક્યારે અને ક્યા રસીકરણ માટે જવાનું છે તેનો SMS આવશે

·         મેસેજ આવ્યા બાદ રસીકરણ કેન્દ્ર પર આધારકાર્ડ થવા ફોટો આઇડી લઇને પહોંચવાનું રહેશે

·         રસીકરણ કેન્દ્ર પર નોંધણી થયા બાદ મોબાઇલમાં ઓટીપી આવશે

·         આ ઓટીપી આવ્યા બાદ ચાર ઓફિસર હશે તેમાં પ્રથમ રસી પહેલાનું પૂર્વ પરીક્ષણ કરશે, બીજા ઓફિસર આધાર કાર્ડની ખરાઇ કરશે અને ત્રીજા ઓફિસર રસી મુકશે, ચોથા અધિકારી સંકલન કરશે અને ભવિષ્યની જરૂરિયાતો માટેનું

·         કાઉન્સેલિંગ કરશે.

·         કોરોના રસી મુકાયા બાદ 22 અથવા 28 દિવસ બાદ બીજો એસએમએસ આવશે જેમાં ફરી બીજો ડોઝ કઇ તારીખે મૂકવા જવાનું તેની માહિતી હશે

·         કોરોના રસીકરણનો બીજો ડોઝ લીધા બાદ ફરી તેજ મોબાઇલ નંબર પર એસએમએસ આવશે જેમાં એક લિંક હશે જેમાં ક્લિક કરવાથી રસીકરણ થયાનું સર્ટિફિકેટ જોઇ શકાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post