• Home
  • News
  • તસ્કરોનો તરખાટ:કલોલના ધારાસભ્ય બલદેવજી ઠાકોરનાં બંગલામાં તસ્કરો ત્રાટક્યા, સોનાના દાગીના, ત્રણ Led TV, રોકડ મળી રૂ. 8. 51 લાખની મત્તા ચોરાઈ
post

અગાઉ પણ મારા ઘરે ચોરીની ઘટના બની હતી જે અંગે હજી સુધી ફળદાયી કાર્યવાહી થઈ નથી: ધારાસભ્ય

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-03 14:28:37

ગાંધીનગરનાં કલોલના ધારાસભ્ય બલદેવજી ઠાકોરના કલોલમાં આવેલા બંગલામાં તસ્કરોએ ત્રાટકી ને હાહાકાર મચાવી દીધો હતો. ધારાસભ્ય ના બંગલામાંથી તસ્કરો ત્રણ led TV, સોનાના દાગીના તેમજ બે લાખ રૃપિયા રોકડા સિફતપૂર્વક ચોરી કરીને નાસી જતાં રાત્રિ કરફ્યુની પોલીસ કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા છે. હાલમાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તસ્કરોએ ચોરીની ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તેની મથામણમાં લાગી ગઈ છે. પોલીસ તપાસ દરમિયાન ધારાસભ્ય નાં બંગલાનાં મુખ્ય દરવાજા નું તાળું તોડી કુલ. રૂ 8.51લાખથી વધુની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે.

કલોલનાં બંગલામાં તસ્કરો ત્રાટકયા હતા
કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર ગાંધીનગર મુકામે રોકાયા હતા. તે દરમિયાન ગઈ મોડી રાત્રિના સમયે તેમના કલોલનાં બંગલામાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ ઠંડા કલેજે ધારાસભ્યના બંગલામાં તમામ સરસામાન વેરવિખેર કરી નાખીને ત્રણ એલઈડી ટીવી બે ઘડિયાળ સીસીટીવીના ડીવીઆર તેમજ બે સોનાના દોરા ઉપરાંત રોકડા બે લાખની ચોરી કરી સનસનાટી મચાવી દીધી હતી.

આ અંગે ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે રાત્રી દરમિયાન તસ્કરો ઘરમાંથી ચોરી કરીને નાસી ગયા છે. ઘરનો તમામ સામાન વિખેરી નાખીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. અગાઉ પણ મારા ઘરે ચોરીની ઘટના બની હતી જે અંગે હજી સુધી ફળદાયી કાર્યવાહી થઈ નથી.

પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા
તેઓએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવીને આક્ષેપ કર્યો હતો કે કલોલ વિસ્તારમાં જે પ્રકારે દિનપ્રતિદિન ચોરીની ઘટનાઓ બની રહી છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે કાયદો વ્યવસ્થાના નામે પોલીસની કામગીરી મીંડુ છે. પોલીસને દારૂ-જુગારના અડ્ડાઓ તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓની બાબતોમાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ચોરીની જે રીતે ઘટનાઓ બની રહી છે તે જોતા પોલીસની પોકળ લાગી રહી છે. વધુમાં ધારાસભ્ય ઉમેર્યું હતું કે ગઈકાલે તસ્કરોએ ચોરીની ઘટનાને જે અંજામ આપ્યો છે સોનાના દાગીના ટીવી તેમજ બે લાખ રોકડાની ચોરાઈ છે. હજી પણ ઘરમાં એક તિજોરી છે જેમાં મારા દીકરાના સાળાનાં ઘરેણાં પડી રહ્યા છે.

8.51 લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યું
તિજોરી વજનદાર હોવાથી તેને ખસેડી શકાય તેમ નથી ઉપરાંત આ તિજોરીમાંથી કેટલાની મત્તા ગઈ છે તે હજી મને ખ્યાલ નથી. તસ્કરોની ફિંગર પ્રિન્ટ હોવાની આશંકાએ આ તિજોરીની ચકાસણી પોલીસની હાજરીમાં કરવામાં આવે પછી જ તેમાંથી કેટલાં ઘરેણાં ચોરાયાંનું માલુમ પડશે. ત્યારે હાલમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ તેમજ ડોગ સ્કોડને બોલાવીને તસ્કરોનું પગેરૂ શોધવાની મથામણ કરી રહી છે. આ અંગે કલો ડીવાયએસપીએ જણાવ્યું હતું કે બંગલામાંથી સોનાના સોનાના દાગીના અને બે લાખ રોકડ , ડીવીઆર, ત્રણત્રણ એલઇડી ટીવી સહિત કુલ રૂપિયા 8.51 લાખની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post