• Home
  • News
  • ચીને હાઇ લેવલ પર બનેલી પરસ્પર સમજૂતિનું ધ્યાન રાખ્યું હોત તો બન્ને પક્ષે સૈનિકોનો જીવ ન ગયો હોત: વિદેશ મંત્રાલય
post

લદ્દાખમાં સોમવારે મોડી રાત્રે 14 હજાર ફુટ ઉંચી ગાલવન ઘાટીમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે પથ્થરો અને લાઠીથી અથડામણ થઇ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-17 11:55:14

નવી દિલ્હી: લદ્દાખની ગાલવન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે ચીનને આકરો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે જો ચીને હાઇ લેવલ પર બનેલી પરસ્પર સમજૂતિનો ખયાલ રાખ્યો હોત તો બન્ને પક્ષે સૈનિકોને જીવ ન ગુમાવવો પડ્યો હોત. 

ચીનની એકતરફી કાર્યવાહી પર ભારતનો જવાબ

·         વિદેશ મંત્રાલયે મંગળવારે સાંજે લગભગ 8.15 વાગ્યે નિવેદન જાહેર કર્યું હતું. મંત્રાલયે કહ્યું- 15 જૂનની રાત્રે ચીનના સૈનિકોએ લદ્દાખમાં યથાસ્થિતિ(સ્ટેટસકો)ને બદલવાની એકતરફી કાર્યવાહી કરી હતી. તેના લીધે બન્ને પક્ષે હિંસક અથડામણ થઇ હતી. 

·         ‘‘બન્ને પક્ષે નુકસાન થયું છે. જો ચીને ઇમાનદારીપૂર્વક હાઇલેવલ પર બનેલી સમજૂતિનું પાલન કર્યું હોત તો આ નુકસાન ન થાત. ’’

·         મંત્રાલયે કહ્યું- બોર્ડર મેનેજમેન્ટ અંગે ભારતનો દ્રષ્ટિકોણ જવાબદારીપૂર્વકનો રહ્યો છે.  ભારતની ગતિવિધિ હંમેશા એલએસીની અંદર જ થાય છે. અમે ચીન પાસે પણ આ પ્રકારના વલણની અપેક્ષા રાખીએ છીએ. 

·         અમે માનીએ છીએ કે બોર્ડર વિસ્તારમાં શાંતિ સ્થાપિત રાખવી જરૂરી છે. મતભેદ હોય તો તેને વાતચીત દ્વારા દૂર કરવા જોઇએ. પરંતુ અમે મજબૂતી સાથે એ વાત સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમે ભારતના સાર્વભૌમત્વ અને અખંડતા અંગે પ્રતિબદ્ધ છીએ.  

 

adv

Related News

post
post
post
post
post
post
post