• Home
  • News
  • ‘ધારાસભ્ય જીતુ ચૌધરીના રાજીનામા મુદ્દે વલસાડના કેટલાક કોંગી નેતા માફી માંગે’
post

ભવિષ્યમાં પ્રજા કોંગ્રેસ સાથે રહે તે માટે કેટલાક નેતાઓ પ્રાયાશ્ચિત કરવાની જરૂર

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-12 11:00:52

ધરમપુર: કપરાડા મત વિસ્તારમાં કાર્યકર્તા અને પાર્ટીના મનોબળ મજબૂત કરવા નીકળેલા કોંગી ધારાસભ્યો સહિત નેતાઓની મુલાકાત વચ્ચે વલસાડ જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલે ધરમપુરમાં યોજેલી પત્રકાર પરિષદમાં પૂર્વ ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ આપેલા રાજીનામાં માટે લોકસભા ચૂંટણીમાં તેમને ટેકો કરનારા વલસાડના અમુક નેતાઓ પ્રજાની માફી માંગે અને પ્રાયાશ્ચિત કરે એવી માંગ કરી હતી. 

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે રાજીનામુ ધરી દેતા રાજકીય માહોલ ગરમાયો
પૂર્વ સાંસદે પત્રકાર પરિષદમાં રાજ્યસભા ચૂંટણી પૂર્વે કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ આપેલા રાજીનામાંને દુઃખદ ગણાવી લોકસભા ચૂંટણીમાં તેમને ટેકો કરી લીડ લઈ મદદ કરી હોવા છતાં રાજીનામુ આપ્યું હોવાને કારણે મદદને ભૂલ તરીકે સ્વીકારી ભવિષ્યમાં પ્રજા કોંગ્રેસ સાથે રહે તે માટે વલસાડના કેટલાક નેતાઓ પ્રજાની માફી માંગે એવી વાત કરી હતી. આ ઉપરાંત લોકસભા ચૂંટણીમાં કામ નહીં કર્યું હોવાથી પગલું ભર્યું હોવાના જીતુભાઇના આક્ષેપને 17 વર્ષની રાજકીય કારકિર્દીમાં કોંગ્રેસ વિરોધી એક પણ કામ નહીં કર્યું હોવાનું પૂર્વ સાંસદે જણાવી ફગાવ્યો હતા. ઉલ્લેખનીય છે કે, કપરાડાના ધૂરંધર કોંગ્રેસી નેતા અને ચાર ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહેલા જીતુ ચૌધરીએ તાજેતરમાં જ રાજ્ય સભાની ચૂંટણી પૂર્વે ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post