• Home
  • News
  • સિવિલની કોવિડ હોસ્પિટલમાં દર્દીના સગાં PPE કિટમાં ખબર કાઢવા જાય છે
post

કેટલાક ડોક્ટર ઓળખીતાને રસ્તો કરી આપતાં હોવાનો આક્ષેપ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 10:01:35

અમદાવાદ: કોવિડ હોસ્પિટલમાં ચેપ લાગવાનું જોખમ વધુ હોવાથી દર્દીના સગાંને વોર્ડમાં જવાની મનાઇ ફરમાવાઇ છે. કેટલાંક ડોક્ટરો ઓળખીતા દર્દીના સગાને પીપીઇ કિટ પહેરાવીને મળવા લઇ જાય છે. જ્યારે વહીવટી વિભાગને આ બાબતની ખબર પડે છે ત્યારે તપાસ કરવાને બદલે સિક્યુરિટી સ્ટાફના માથે ઢોળે છે. 


સિક્યુરિટી સ્ટાફ પણ પીપીઇ કિટમાં હોવાથી ઓળખી શકાતો નથી
સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીની સાથે સગાંને રખાતા હોવા અંગેનો વીડિયો વહેતો થયા બાદ ભારે ઉહાપોહ થયો હતો, જેને પગલે દર્દીના સગાંને કોવિડ હોસ્પિટલમાં પ્રવેશ ફરમાવાઇ છે. ત્યારે હવે કોવિડમાં ફરજ બજાવતાં કેટલાંક ડોક્ટરો ખુદ પોતાના ઓળખીતા દર્દીને પીપીઇ કિટ પહેરાવીને લઇ જાય છે, જો કિટ ન મળે તો ડોકટરો માટેની કિટ પહેરાવીને વોર્ડમાં લઇ જાય છે, જેથી ડોકટર સાથે અન્ય દર્દીના સગા પણ ડોક્ટર માટેની પીપીઇ કિટમાં હોવાથી સિક્યુરિટી સ્ટાફ પણ ઓળખી શકતો નથી, અને ખબર પડી જતાં વિરોધ કરે તો તેની સામે ફરિયાદ કરાય છે.  આ અંગે સિવિલના ઓએસડી ડો. એમ.એમ. પ્રભાકરને પૂછતાં તેમણે જણાવ્યું કે, ડોક્ટરો દર્દીના સગાંને વોર્ડમાં લઇ જતાં હોવા અંગે મને ખબર નથી. 


કોવિડના વૃદ્ધ દર્દીને ઘરે મોકલી દેવાયા
સિવિલની કોવિડ  હોસ્પિટલમાં 20 દિવસથી સારવાર લઇ રહેલાં દાણીલીમડાના  રતિલાલ શ્રીમાળીને શુક્રવારે સારું છે કહીને બસમાં બેસાડી દેવાયા અને પરિવારને જાણ પણ ન કરી. શ્રીમાળીના પુત્રનું કહેવું છે કે, મારા પિતાની તબિયત એટલી ખરાબ હતી કે, શ્વાસ પણ લઈ શકતા ન હતા જેથી 108 બોલાવીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મારા પિતા સાથે રહેવાને લીધે મારી તબિયત પણ ખરાબ છે. 

adv

Related News

post
post
post
post
post
post
post