• Home
  • News
  • કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ વીર સાવરકરની પ્રશંસા કરતા સોનિયા ગાંધી નારાજ
post

કોંગ્રેસના સંકટમોચક ગણાતા અભિષેક મનુ સિંઘવીથી પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધી નારાજ થઇ ગયાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-23 11:58:44

નવી દિલ્હીઃ કોંગ્રેસના સંકટમોચક ગણાતા અભિષેક મનુ સિંઘવીથી પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધી નારાજ થઇ ગયાં છે. કારણ કે સિંઘવીએ ટિ્વટમાં ભાજપના નાયકોમાં સામેલ વિનાયક સાવરકરની પ્રશંસા કરી હતી. સિંઘવીની ટિ્વટ સોમવારે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચાલી રહેલા મતદાન દરમિયાન જ આવતા કોંગ્રેસ મોવડીમંડળ વધારે ખફા છે. સોનિયા ગાંધી ટિ્વટના ટાઇમિંગ અને તેના સાર અંગે નારાજ છે. તેમણે પોતાના એક વિશ્વાસુ દ્વ્રારા સિંઘવીને ફોન કરી સ્પષ્ટતા માગી છે.

વિધાનસભા ચૂંટણીના મતદાનના દિવસે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વ્રારા કરાયેલી આ ટ્વીટ અનેક સંદેશા લઇને આવી અને કોંગ્રેસની છાવણીમાં હલચલ મચાવી દીધી. સાંજ થતા જ્યારે એક્ઝિટ પોલે બંને રાજ્યોમાં બમ્પર બહુમતીથી ભાજપની સરકાર બનાવી દીધી તો કોંગ્રેસ કેમ્પમાં આ ટ્વીટની વધુ ચર્ચા થવા લાગી. પાર્ટી સૂત્રોએ પુષ્ટિ કરી છે કે સિંઘવીને કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાનો ફોન ગયો હતો. જેમાં તેમને ટ્વીટના તથ્ય અને તેના ટાઇમિંગ અંગે સવાલ કરાયા. રિપોર્ટ મુજબ આ કોલ સોનિયા ગાંધીના કહેવાથી કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ ટિ્વટમાં વી.ડી. સાવરકરની પ્રશંસા કરી હતી અને લખ્યું હતું કે હું વ્યક્તિગત રીતે સાવરકરની વિચારધારાનું સમર્થન કરતો નથી. પરંતુ એ તથ્ય પણ નકારતો નથી કે તે એક પરિપૂર્ણ વ્યક્તિ હતા જેમણે આપણા સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો.