• Home
  • News
  • ઝારખંડના પરિણામો અંગે સોનિયા ગાંધીએ કહ્યું- ધર્મ અને જાતિના આધારે લોકોને વહેંચવાનો ભાજપનો પ્રયાસ નિષ્ફળ
post

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ-ઝામુમો ગઠબંધન સામે હારનો સામનો કરવો પડ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-24 14:32:11

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ-ઝામુમો ગઠબંધન સામે હારનો સામનો કરવો પડ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના નેતૃત્વમાં મહાગઠબંધને 47 બેઠકો જીતીને બહુમતી હાંસિલ કરી હતી. સાથે જ 81 બેઠકો વાળી વિધાનસભામાં ભાજપ લગભગ 25 બેછકો પર જ સમેટાઈ ગઈ હતી. સોમવારે આવેલા પરિણામો બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે ભાજપને આડે હાથે લીધું હતું.

સોનિયાએ કહ્યું કે, લોકોને ધર્મ અને જાતિના આધાર પર વહેચવાનો ભાજપનો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો છે. તેમણે કહ્યું કે, હાલની પરિસ્થિતિમાં આ જીત મહત્વની છે. ભાજપના વિભાજનકારી એજન્ડાને નકારવા માટે ઝારખંડની જનતાનો આભાર.

બીજી તરફ કોંગ્રેસ નેતા ચિદમ્બરમે ભાજપની હારની મજા લીધી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 2019માં ભાજપની આ જ કહાણી રહી છે. હરિયાણામાં નબળા પડ્યા, મહારાષ્ટ્રમાં અસ્વીકૃત થયા અને ઝારખંડમાં હાર્યા. ભારતના બંધારણને બચાવવા માટે તમામ બિન ભાજપ પક્ષોને કોંગ્રેસ સાથે મળીને રેલી કરવી જોઈએ.