• Home
  • News
  • 2018માં સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ પણ બોલ સાથે ચેડા કર્યા હતા, પૂર્વ ઓસી કેપ્ટનનો ચોંકાવનારો આક્ષેપ
post

બ્રોડકાસ્ટરે ઘટનાન છુપાવી હતી.આ ફૂટેજને હટાવી દેવામાં આવ્યુ હતુ.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-25 18:27:12

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની 2018માં રમાયેલી સિરિઝની કેપટાઉન ટેસ્ટ વિવાદો માટે જાણીતી બની હતી. આ ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર બોલ સાથે ચેડા કરવાનો આરોપ લાગ્યો હતો.તે વખતે ડેવિડ વોર્નર કાચપેપરથી બોલને ઘસતો કેમેરામાં નજરે પડયા બાદ ક્રિકેટ વિશ્વમાં હલચલ મચી ગઈ હતી.બોલ સાથે ચેડા કરવા બદલ સ્ટિવ સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

હવે આ જ મામલામાં પૂર્વ ઓસી કેપ્ટન અને તે સમયે મેચમાં વિકેટ કીપર રહી ચુકેલા ટીમ પેને પોતાની આત્મકથામાં ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યુ છે કે, મેં આ જ સિરિઝની ચોથી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના ખેલાડીઓને પણ બોલ સાથે ચેડા કરતા જોયા હતા.સાઉથ આફ્રિકાના ખેલાડી પાસે બોલ ગયો હતો અને જ્યારે તેણે બોલ બોલરને પાછો આવ્યો હતો ત્યારે તેના પર ઉઝરડા દેખાઈ રહ્યા હતા.બ્રોડકાસ્ટરે ઘટનાન છુપાવી હતી.આ ફૂટેજને હટાવી દેવામાં આવ્યુ હતુ.ઓસ્ટ્રેલિયાની ટીમે ધ્યાન પણ દોર્યુ હતુ અને ત્યારે અમને આશ્વાસન આપ્યુ હતુ કે, બોલ શરુઆથી જ આવો છે.