• Home
  • News
  • ઈતિહાસમાં આજે:યુએન મહાસભામાં સોવિયત પ્રીમિયરે લહેરાવ્યું જૂતું! ભારતે વિયતનામની સાથે કરાર કર્યો, જેનાથી ચીન ભડક્યું
post

1999માં પાકિસ્તાનમાં સેના દ્વારા સત્તા પલટાવ્યા બાદ જનરલ પરવેઝ મુશર્રફે સત્તા સંભાળી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-12 11:05:11

ઈતિહાસમાં આજનો દિવસ ઘણો જ ખાસ છે. શીત યુદ્ધ ચાલી જ રહ્યું હતું. અમેરિકા અને રશિયા વચ્ચેની હોડ ચરમ પર હતી. ત્યારે 1960માં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અંતિમ દિવસે સોવિયત પ્રીમિયર નિકિત ખુશ્ચેવે કંઈક એવું કર્યુ કે જેથી તે ક્ષણ કાયમ માટે યાદગાર બની રહી.

ફિલિપાઈન્સના પ્રતિનિધિએ બોલવાનું શરૂ કર્યુ હતું. તેઓ પૂર્વી યુરોપમાં રાજકીય અને નાગરિક અધિકારોને દબાવવાની વાત કરી રહ્યાં હતા. આટલું સાંભળીને જ ખુશ્ચેવે મુઠ્ઠી વાળીને જોર જોરથી ટેબલ પર થપથપાવા લાગ્યા. જે બાદ લોફર કે સેન્ડલ કાઢીને તેઓ પોતાના ટેબલ પર વગાડવા લાગ્યા. તેઓ ત્યાં સુધી આવી હરકત રહ્યાં, જ્યાં સુધી હોલમાં બેઠેલા દરેક લોકોની નજર તેમની તરફ ગઈ ન હતી. આ અંગે ખુશ્ચેવે કહ્યું હતું, ઘણી મજા આવી! યુએન એવી સંસદ છે, જ્યાં અલ્પમતમાં હોવાને કારણે માઈનોરિટીએ પોતાની જાતને પુરવાર કરવી પડે છે. હાલ અમે અલ્પમતમાં છીએ, પરંતુ વધુ સમય સુધી નહીં રહીએ. અનેક વર્ષો સુધી યુએનના ટૂર ગાઈડ્સને એવું જ પૂછવામાં આવે છે કે તે ટેબલ કયું હતું, જેના પર ખુશ્ચેવ બેઠા હતા અને તેઓએ જૂતાંથી તેના પર થપથપાવ્યું હતું?

સિસ્ટર અલ્ફોન્સાને મળ્યો સંતનો દરજ્જો

પોપ દ્વારા આજના દિવસે જ 2008માં સિસ્ટર અલ્ફોન્સને સંત જાહેર કર્યા, જે ભારતના પહેલા મહિલા સંત બન્યા હતા. દેશમાં ચર્ચના 2,000 વર્ષના ઈતિહાસમાં આ દરજ્જો મેળવનારા તે પહેલાં મહિલા છે. તેઓને સંત તરીકે જાહેર કરવાની પ્રક્રિયા 55 વર્ષ પહેલાં પ્રારંભ થઈ હતી. આ પહેલાં પોપ જોન પોલ દ્વિતિયએ તેઓને 'ધન્ય' જાહેર કર્યા હતા. કેથેલિક પરંપરામાં જેને 'બેટિફિકેશન' કહેવામાં આવે છે. સિસ્ટર અલ્ફોન્સનો જન્મ કેરળમાં કોટ્ટાયમના નજીકના એક ગામ કૂડામાલૂરમાં થયો હતો. માત્ર 36 વર્ષની ઉંમરમાં જ તેમનું મોત નિપજ્યું હતું. સિસ્ટર વેટિકન દ્વારા સંત જાહેર થનારી ભારતની બીજી મહિલા હશે. આ પહેલાં સંત ગોંસાલો ગાર્સિયાને આ બિરૂદ આપવામાં આવ્યું હતું. સંત ગાર્સિયા એક ભારતીય માં અને પોર્ટુગલી પિતાના સંતાન હતા. તેમનો જન્મ વર્ષ 1556માં મુંબઈ નજીક વાશીમાં થયો હતો.

ભારત-વિયેતનામ વચ્ચે કરાર

ભારત અને વિયેતનામ વચ્ચે 2011માં 12 ઓક્ટોબરનાં રોજ વિયેતનામના સમુદ્રી વિસ્તારમાં ઓઈલ શોધવા માટે કરાર કર્યો હતો. જેનાથી વિયેતનામ અને ચીનના સંબંધોમાં ખટાસ આવી હતી, કેમકે દક્ષિણ ચીન સમુદ્રના વિસ્તારમાં ચીન પોતાનો દાવો કરે છે. આ વિસ્તારમાં પ્રભુત્વને લઈને ચીનનો અનેક દેશો સાથે વિવાદ ચાલી રહ્યો છે.

ઈતિહાસમાં આજની તારીખને આ ઘટનાઓને લઈને પણ યાદ કરવામાં આવે છેઃ

·         1860: બ્રિટન અને ફ્રાંસની સેનાએ ચીનની રાજધાની બેઈજિંગ પર કબજો જમાવ્યો.

·         1911: ડોન બ્રેડમેનના જમાનામાં મહાન ભારતીય ક્રિકેટર વિજય મર્ચન્ટનો જન્મ.

·         1919: ભાજપના સંસ્થાપક સભ્ય વિજયારેજા સિંધિયાનો જન્મ.

·         1938: પ્રસિદ્ધ ઉર્દૂ શાયર અને ગીતકાર નિદા ફાઝલીનો જન્મ.

·         1967: ભારતીય સ્વતંત્રતા સેનાની ડૉ. રામમનોહર લોહિયાનું નિધન.

·         1999: પાકિસ્તાનમાં સેના દ્વારા સત્તા પલટાવ્યા બાદ જનરલ પરવેઝ મુશર્રફે સત્તા સંભાળી.

·         2000: સ્પેસક્રાફ્ટ ડિસ્કવરીને ફ્લોરિડથી સ્પેસમાં મોકલવામાં આવ્યું.

·         2001: સંયુક્ત રાષ્ટ્ર અને તેમના મહાસચિવ કોફી અન્નાનને સંયુક્ત રીતે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી.

·         2004: પાકિસ્તાને ઘોરી-1 મિસાઈલનું પરીક્ષણ કર્યુ.

·         2007: અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોર તેમજ સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય પેનલ (આઈપીસીસી)ને સંયુક્ત રીતે નોબેલ શાંતિ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યું.

 

adv

Related News

post
post
post
post
post
post
post