• Home
  • News
  • મંગળા આરતીથી લઈ અત્યાર સુધીની ખાસ તસવીરો, એક ક્લિક પર કરો જગન્નાથના દર્શન
post

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ અને પોલીસ કમિશનર આશિષ ભાટિયા પણ બેઠકમાં હાજર રહ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-23 11:09:21

આજે ભગવાનની 143મી રથયાત્રા છે, ત્યારે આ વર્ષે કોરોના મહામારીને પગલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ જઈ શકશે નહીં. મોડી રાત સુધી થયેલા હાઇવોલ્ટેજ ડ્રામા બાદ હાઇકોર્ટે સરકારની રથયાત્રા કાઢવાની અરજી ફગાવી દીધી હતી અને રથયાત્રા કાઢવા માટે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. હવે ભગવાનના રથને માત્ર મંદિરમાં જ ફેરવવામાં આવશે. વહેલી સવારે સવારે 4 વાગે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન જગન્નાથ, સુભદ્રાજી તેમજ બલભદ્રને રથમાં બિરાજમાન કરાયા હતા. કોરોના વાઈરસના કારણે ભક્તો આ વર્ષે માત્ર ટીવી તેમજ ઓનલાઈન જ ભગવાનના દર્શન કરી શકશે. નીચે આપેલી તસવીરોમાં સવારથી મંગળા આરતીથી લઈને અત્યાર સુધીની તમામ વિધિઓ બતાવવામાં આવી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post