• Home
  • News
  • રિયલ એસ્ટેટમાં સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડવા, અને ગ્રીન ઝોનના મુદ્દે રાજ્ય સરકાર અસમંજસની સ્થિતિમાં મુકાઈ
post

ગુજરાતને ફરી ધમધમતું કરવાની અઢિયા સમિતિની સ્ટેમ્પ ડ્યૂટીની ભલામણ સ્વીકારે તો 5000 કરોડના નુકસાનનો ભય

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-21 11:22:38

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના બાદ અર્થતંત્રને ફરી ધમધમતું કરવા માટે રાજ્ય સરકારે બનાવેલી અઢિયા સમિતિએ કરેલી વિવિધ ભલામણો અને સૂચનોમાંથી રિયલ એસ્ટેટ માં સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી ઘટાડવા અને શહેરોના વિકાસ પ્લાન તથા ટાઉન પ્લાનિંગ વિસ્તારોમાંથી કૃષિ ઝોન રદ કરવા માટે રાજ્ય સરકાર પીછેહઠ કરીને આ ભલામણોનો અસ્વીકાર કરવાની દિશામાં આગળ વધી રહી છે.

સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફીમાં કાપ મુકવા સરકાર તૈયાર નથી
રાજ્યમાં હાલ રિયલ એસ્ટેટ બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડયો છે તથા રાજ્યભરમાં લાખો તૈયાર આવાસ પડી રહ્યા છે. તેમાં રિયલ એસ્ટેટને વેગ આપવા માટે મિલકતો માટેની સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ફીમાં 50 ટકા સુધીનો કાપ મુકવા માટે રાજ્ય સરકાર નિયુક્ત હસમુખ અઢીયા કમિટીએ જે ભલામણ કરી હતી તેને રાજ્ય સરકાર સ્વીકારવા તૈયાર નથી કેમ કે જો આ ઘટાડો કરવામાં આવે તો સરકારની તિજોરી પર 5000 કરોડનું નુકશાન થાય તેમ છે

રાજ્યમાં રોજગારી વધારવીએ સૌથી મોટી આવશ્યકતા
હસમુખ અઢીયા કમિટીની ભલામણ હતી કે, રિયલ એસ્ટેટ ઉદ્યોગ મોટાપાયે રોજગારી સાથે જોડાયેલો છે અને રાજ્યમાં રોજગારી વધારવીએ સૌથી મોટી આજની આવશ્યકતા છે. હાલના સમયમાં બાંધકામ રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે અન્ય કોઈ પેકેજ નથી જે ખાસ કરીને હાલ જે તૈયાર આવાસ છે તેના વેચાણને વેગ મળી રહે તે માટે લોકોને મિલકત ખરીદવા માટે પ્રોત્સાહન આપવાનો છે જેનાથી સમગ્ર ક્ષેત્રમાં નાણાકીય પ્રવાહ ચાલૂ થશે તો આપોઆપ તે ગતિ પકડી લે અને અન્ય આનુસાંગીક ઉદ્યોગને પણ ધમધમતા કરશે.

સ્ટેમ્પ ડયુટી પર 31 માર્ચ 2021 સુધી 50% ઘટાડાની ભલામણ
જેથી રોજગારને મોટો વેગ આપીને પણ રાજ્ય સરકારની તાત્કાલીક ચિંતા તેની ઘટતી જતી ટેક્સ આવકની પણ છે. પછી આ કમિટીની ભલામણ મુજબ ટીમ જે 4.90% ની સ્ટેમ્પ ડયુટી અને 1% રજીસ્ટ્રેશન ફી છે તેમાં 50% ઘટાડો કરવો જરૂરી છે અને આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી જ અમલી બનાવવા ભલામણ કરી હતી. પણ સરકાર જે હાલ કોરોના લોકડાઉન તથા એકંદરે મંદીના કારણે જીએસટીની આવક સાવ નીચે ગઈ છે. ઉપરાંત સરકારે રૂા.14000 કરોડનાં પેકેજથી રાહત આપવી પડે છે તેથી હવે વધુ આવક ઘટાડો સ્વીકાર્યથી સ્ટેમ્પ ડયુટી જો 50% કરવામાં આવે તે સરકારને હાલની સ્થિતિ મુજબ રૂા.4500 કરોડની આવક આ વર્ષે જ ગુમાવવી પડે તેથી જ સરકારે આ દરખાસ્ત નકારી છે.

કૌભાંડ-ગોટાળા તથા ગેરકાયદે બાંધકામો પર લગામ આવી શકે છે
શહેરોના વિકાસ પ્લાન તથા ટાઉન પ્લાનિંગ વિસ્તારોમાંથી કૃષિ ઝોન રદ કરવા અઢીયા સમિતિની ભલામણ હોવા છતાં રાજ્ય સરકાર તેનો સ્વીકાર કરવાના મૂડમાં નથી. શહેરોના ડીપી-ટીપીમાં એગ્રીકલ્ચર ઝોન યથાવત રાખવાની સરકારની વિચારણા છે. સમિતિ એ એમ સૂચવ્યું છે કે, આવાસ-રેસિડેન્સિયલ પ્રોજેક્ટ માટે વધુ જગ્યા મળી શકે અને ભાવ ઘટી શકે તે માટે રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ધરાવતા શહેરોનાં ડેવલોપમેન્ટ પ્લાનમાંથી એગ્રીકલ્ચર ઝોન રદ કરી નાખવા જોઈએ. આ પગલાથી ભ્રષ્ટાચાર અટકી શકશે. ઉપરાંત કૌભાંડ-ગોટાળા તથા ગેરકાયદે બાંધકામો પર પણ લગામ આવી શકવાનું તારણ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે રાજ્ય સરકાર અમદાવાદ, વડોદરા તથા રાજકોટના ડેવલોપમેન્ટ પ્લાનના મુસદા પણ ચકાસવાની કામગીરી શરૂ થઈ રહી છે. આ માટે નીતિ વિષયક નિર્ણય લેવો પડે અને હાલ ની પરિસ્થિતિમાં આ મુશ્કેલ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post