• Home
  • News
  • હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત- ‘ટેસ્ટિંગ વધારીશું તો ગુજરાતની 70 % વસતી પોઝિટિવ આવશે’
post

આ પ્રકારની આશંકાથી ટેસ્ટિંગ રોકવું હિતાવહ નથી: હાઈકોર્ટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 08:40:21

અમદાવાદ: કોરોના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કરેલી સુઓમોટો જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, દરેક લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપો. હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે, વધુને વધુ ટેસ્ટ કરવામાં આવશે તો કુલ વસ્તીના 70 ટકા લોકો પોઝિટિવ નીકળશે, જેના લીધે લોકોમાં એક પ્રકારના માનસિક ડરનો માહોલ ફેલાઈ જશે. આ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે, આ પ્રકારની આશંકાના પગલે કોરોનાના ટેસ્ટિંગ રોકવાનું પગલું હિતાવહ નથી.


દર્દીઓનાં પરિવારજનોના ટેસ્ટ પણ કરાવો
હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે, દરેક વ્યક્તિને કોરોનાના ટેસ્ટ કરાવવા માટેનીની મંજૂરી આપો. ડિસ્ચાર્જ સમયે દર્દીના ટેસ્ટિંગ કરો. કોરોના પોઝિટિવ દર્દી કે જેને હોસ્પિટલમાંથી રજા મળી છે અથવા તો તેનું મૃત્યુ થયું છે, આ દર્દીઓનાં પરિવારજનોના ટેસ્ટ પણ કરાવો. આ ઉપરાંત ડૉક્ટરે જે દર્દીને પ્રિસ્ક્રિપ્શન લખી આપી છે, તેનો ટેસ્ટ પણ કરાવો. હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે જે ખાનગી લેબોરેટરીમાં આંતર માળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે અને જરૂરી તમામ શરતો તે પૂર્ણ કરે છે, તો તેને RT-PCR ટેસ્ટ કરવા માટેની મંજૂરી આપો.  


ICMR
ની નવી માર્ગદર્શિકા તેની જૂની માર્ગદર્શિકાથી વિપરીત
હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે,  દર્દીઓના ટેસ્ટિંગ માટે સમગ્ર રાજ્યમાં કુલ 19 સરકારી અને 12 ખાનગી લેબોરેટરીઓ છે, શું તે પૂરતી છે? ICMRની માર્ગદર્શિકા મુજબ જે લેબોરેટરીમાં સુવિધાઓ છે તેમને મંજૂરી કેમ અપાઈ નથી?,દર્દીઓને ડિસ્ચાર્જ કરવા માટેની ICMRની નવી માર્ગદર્શિકા તેની જૂની માર્ગદર્શિકાથી વિપરીત છે

adv

Related News

post
post
post
post
post
post
post