• Home
  • News
  • કાશ્મીરમાં કલમ 370 હટાવાઈ તે દિવસે જ અયોધ્યામાં રામ મંદિરનાં શ્રીગણેશ, PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત 200 હસ્તીઓ ઉપસ્થિત રહેશે
post

ભાજપના બીજા મોટા મુદ્દાનું શુભમુહૂર્ત પણ 5 ઓગસ્ટ, મોદીએ તારીખ નક્કી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-20 08:47:30

અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય 5 ઓગસ્ટથી શરૂ થશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના આમંત્રણનો સ્વીકાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે થનારા ભૂમિપૂજનના કાર્યક્રમમાં ભાગ લેવા આવશે. આ ઉપરાંત આરએસએસના વડા મોહન ભાગવત, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ઉ.પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સહિત લગભગ 200 હસ્તીઓ તેમાં સામેલ થશે.

પૂજન કાર્યક્રમ અને મંત્રોચ્ચાર માટે મોદીના મત વિસ્તાર વારાણસીથી પૂજારી આવશે. ટ્રસ્ટના વડા મહંત નૃત્ય ગોપાલદાસ મંદિર માટે 40 કિલો ચાંદીની શ્રીરામ શિલા સોપશે જેને વડાપ્રધાન મૂકશે. વીએચપીએ કહ્યું છે કે કરોડો લોકોની આશા પૂરી થઈ રહી છે ત્યારે ભૂમિપૂજન કાર્યક્રમના જીવંત પ્રસારણની માંગ કરી છે. 

મુખ્ય મંદિર 5.5 એકરમાં ફેલાયેલુ હશે
અયોધ્યામાં 5 શિખર અને મંડપનું મંદિર અને મંડપનું મંદિર નવા સ્વરૂપમાં 5.5 એકરમાં બનશે. આ સ્વરૂપને ધ્યાનમાં રાખી ઝારખંડ વિધાનસભા ચૂંટણી સમયે ગૃહમંત્રી અમિત શાહે ગગનચુંબી ભવ્ય મંદિર નિર્માણનો ઉલ્લેખ કર્યો હતો. તેનું ગર્ભગૃહ જમીનથી 19 ફૂટ ઉપર હશે. ભોંયતળિયાની ઉપર બે માળ હશે. 5 શિખર ધરાવતા મંદિરની કમ્પાઉન્ડ વૉલ પણ હશે. તેમાં દિશા મુજબ પંચદેવ બિરાજશે. ટ્રસ્ટ પાસે 67.7 એકર ભૂમિ છે. મંદિર માટે 5.5 એકર વપરાશે. બાકીની 62.2 એકર જમીનમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધા ઊભી કરાશે. વીએચપીના મોડલનું વિસ્તરણ કરી મંદિર બનાવાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post