• Home
  • News
  • વરસાદની ધમાકેદાર એન્ટ્રી:ભરૂચમાં વરસાદી માહોલ જામ્યો, અનેક પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક, તાપમાનનો પારો 6 ડીગ્રી ગગડ્યો
post

ભરૂચ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ, અંકલેશ્વર તાલુકામાં 1.5 ઇંચ, વાગરામાં દોઢ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-26 17:15:51

ભરૂચ: ભરૂચ શહેર અને જિલ્લામાં રવિવાર રાતથી નેઋત્યનું ચોમાસુ બેસી જવા સાથે મૌસમના પેહલા વરસાદે જ શાનદાર પધરામણી નોંધાવી છે. ભરૂચ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ, અંકલેશ્વર તાલુકામાં 1.5 ઇંચ, વાગરામાં દોઢ ઇંચ, ઝઘડિયામાં 15 મિમી, હાંસોટમાં 7 મિમી, જંબુસરમાં 6 મિમી, વાલિયા-નેત્રંગમાં 3 મિમી અને આમોદમાં 2 મિમી વરસાદ નોંધાયો છે.

ભરૂચ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ, અંકલેશ્વર તાલુકામાં 1.5 ઇંચ, વાગરામાં દોઢ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાયા છે. ભરૂચના સેવાશ્રમ રોડ પર બે દશક જૂની પાણી ભરાવાની સમસ્યા હલ કરવા પાલિકાએ ₹3 કરોડના ખર્ચે હેવી પેવર બ્લોકના માર્ગની કામગીરી શરૂ કરી હતી. જોકે, મૌસમના પ્રથમ વરસાદે જ ભરૂચનું આ વોટર લોગીંગ સ્પોટ હેવી પેવર બ્લોકના માર્ગ પર હાવી રહેતા પાલિકાની કામગીરી વિફળ રહી હોવાનું અને પ્રજાના 3 કરોડ પાણીમાં ગયાનો ગણગણાટ ઉભો થયો છે.

વરસાદના કારણે મહત્તમ તાપમાન પણ 24 કલાકમાં જ 34 ડીગ્રીથી ગગડી 28 ડીગ્રી થઈ ગયું છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં ઝઘડિયામાં 15 મિમી, હાંસોટમાં 7 મિમી, જંબુસરમાં 6 મિમી, વાલિયા-નેત્રંગમાં 3 મિમી અને આમોદમાં 2 મિમી વરસાદ નોંધાયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post