• Home
  • News
  • માઇકામાં સ્કિલ ડેવલપમેન્ટના નામે પોકરનો જુગાર રમતા શિખવાડાશે
post

6 ફેબ્રુઆરીએ માઈકામાં યોજાનારું પોકર સેશન ચર્ચાનો વિષય બની ગયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-05 11:26:28

અમદાવાદ: મેનેજમેન્ટ અને કમ્પ્યુનિકેશનના કોર્સ માટે દેશભરમાં જાણીતી માઇકાના વિદ્યાર્થીઓને પોકર ગેમ રમવાની સ્કિલ શીખવવા સ્પોર્ટસ ફેસ્ટિવલમાં એક કંપનીએ ખાસ સેશનનું આયોજન 6 ફેબ્રુઆરીએ કર્યું છે. ઓનલાઇન પોકર ગેમ રમવા કંપની વિદ્યાર્થીઓને રૂ. 6000ની ચિપ્સ આપશે. કંપનીએ પોતાની પ્રેસનોટમાં દાવો કર્યો કે પહેલા આઇઆઇટી દિલ્હી, આઇઆઇટી અલ્હાબાદ, આઇઆઇટી ખડગપુર અને આઇઆઇએમ બેંગલોરમાં પણ પ્રવૃત્તિ કરી છે. માઇકા જેવી પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવૃત્તિ ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રકારની ગેમ ઓનલાઇન રમવાનો ફાયદો છે કે જો એક સાથે કોઇ જગ્યા પર બેસીને રમે તો પોલીસ પકડી શકે છે, જુગારનો કેસ થઇ શકે છે. ઓનલાઇન પ્લેટફોર્મથી દરેક વ્યક્તિ ઘેર-ઓફિસમાં બેસીને પણ આસાનીથી ગેમ રમી શકે છે. માઇકા જેવી શૈક્ષણિક સંસ્થાએ પ્રકારની ગેમને પ્રોત્સાહન આપીને ટ્રેનિંગના સેશન રાખવા દેતા ચર્ચાનો વિષય બન્યો હતો.


એક પ્રકારની રમત, પૈસાની લેવડદેવડ નથી
સેશનનું આયોજન 6 ફેબ્રુઆરીએ સ્પોર્ટસ ફેસ્ટિવલના ભાગરૂપે યોજાશે. એક પ્રકારની રમત છે જેમાં કોઇપણ પ્રકારના પૈસાની લવડ દેવડ થતી નથી અને તેને રમત ગમત તરીકે ગણવામાં આવે છે.- તનુશ્રી ભાટિયા, મનેજર, કમ્યુનિકેશન, માઇકા


ગુજરાતમાં પોલીસ પોકરને જુગાર ગણે છે
પોકર એસોસિએશન અને અન્ય પોકર પ્રેમીઓએ હાઇકોર્ટમાં પોકરને સ્કિલ ગેમ જાહેર કરવા અરજી કરી છે. તેમાં રજૂઆત કરાઇ છે કે પોકર ગુજરાત સિવાયના રાજ્યમાં ગેમ તરીકે પ્રસ્થાપિત છે અને કોઇ પ્રતિબંધ નથી. પરંતુ ગુજરાત પોલીસ પોકરને જુગાર ગણે છે. અંગે વધુ સુનાવણી ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠ સમક્ષ 17મી ફેબ્રુઆરીથી ડેઇલી બેઇઝ પર યોજાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post