• Home
  • News
  • થ્રી ડી પ્રિન્ટિંગ, લિક્વિડ નાઈટ્રોજનથી કેન્સરની સફળ સર્જરી
post

સિવિલના ડોક્ટરોએ 7 વર્ષની બાળકીના થાપાનું હાડકું બહાર કાઢી ગાંઠ દૂર કરી ફરી પાછું બેસાડ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-03 11:11:28

અમદાવાદ: આધુનિક ટેકનોલોજીને પગલે હવે અસાધ્ય રોગો મટી રહ્યાનું ઉદાહરણ સિવિલની કેન્સર હોસ્પિટલમાં જોવા મળ્યું છે. દ્વારકાની 7 વર્ષની બાળકીના કેન્સર ટયુમરવાળા થાપાના હાડકાને તબીબોની ટીમે થ્રી ડી પ્રિન્ટિંગ અને લિક્વિડ નાઇટ્રોજનની મદદથી શરીરની બહાર કાઢીને કેન્સરમુક્ત કરી 6 કલાકની સર્જરીથી ફરી બેસાડ્યું છે. થ્રી ડી પ્રિન્ટિંગ અને લિક્વિડ નાઇટ્રોજન ટેકનોલોજીનો રાજ્યમાં પ્રથમવાર ઉપયોગ કરાયો હોવાનો ડોકટરનો દાવો છે.

બાળકીની ઉંમરને ધ્યાનમાં રાખીને થાપાનાં હાડકાને બહાર કાઢી ટ્યુમરમુક્ત કરીને ફરી પાછું બેસાડ્યું
સિવિલની કેન્સર હોસ્પિટલના ઓર્થોપેડિક ઓન્કો સર્જન ડો. અભિજીત સાળુંકે જણાવે છે કે, દ્વારકાની 7 વર્ષીય બાળકીને થાપાના હાડકામાં કેન્સરની ગાંઠ હતી. મોટેભાગે આવા કેસમાં આર્ટિફિશિયલ હાડકું તેમજ ઘૂંટણનો સાંધો બદલવો પડે છે. પરંતુ, બાળકીની ઉંમરને ધ્યાનમાં રાખીને અમે બાળકીનાં થાપાનાં હાડકાને બહાર કાઢી તેને ટ્યુમરમુક્ત કરીને ફરી પાછું બેસાડ્યું છે. સમગ્ર સર્જરીમાં હાડકું ફીટ કરવામાં ત્રણ પ્લેટ અને 15 સ્ક્ૂનો ઉપયોગ કરાયો છે. અમે થ્રી ડી પ્રિન્ટિંગ અને લિક્વિડ નાઈટ્રોજન એમ બંને ટેકનોલોજીથી સર્જરી કરી છે. ખાનગી હોસ્પિટલમાં રૂ. 8થી 10 લાખમાં થતી સર્જરી હોસ્પિટલમાં ફ્રીમાં કરાઈ છે. આ સર્જરી હોસ્પિટલના ડાયરેકટર ડો. શશાંક પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરાઇ છે. સર્જરીમાં ડો. સાળંુકે સાથે સર્જિકલ ઓન્કોલોજીસ્ટ ડો. મયુર કામાણી, ડો. વિશાલ ભાભોર તેમજ ડો. વિકાસ વરીકુ સાથે ઉપસ્થિત હતા.

માઈનસ 185 ડિગ્રી લિક્વિડ નાઈટ્રોજનમાં ગાંઠ ઓગાળી
બાળકીને થાપાનાં હાડકામાં કેન્સરની ગાંઠ હતી જે કાઢવા આખું હાડકું કાઢવાને બદલે પહેલાં હાડકાનો એકસ-રે, સિટી સ્કેન અને અેમઆરઆઇ કરીને ત્રણેય થ્રીડી પ્રિન્ટિંગ મશીન દ્વારા હાડકાની ચોક્કસ સાઇઝ નક્કી કરાઈ. બાળકીના થાપાનું હાડકું 30 સેન્ટિમીટરનું જ્યારે ગાંઠ 18 સેન્ટિમીટરની હતી. આ ટેકનોલોજી વિના બાળકીના 3 સેન્ટિમીટર ઘૂંટણની સાથે 18 સેન્ટિમીટર ટ્યુમરવાળું હાડકું મળીને 21 સેન્ટિમીટર જેટલું હાડકું કાઢવું પડ્યું હોત. તેને બદલે અમે આ બે ટેકનોલોજીની મદદથી હાડકાનું ચોક્કસ માપ કાઢ્યું, ત્યારબાદ હાડકું આડુંઅવળું કપાય નહિ તે માટે થ્રી ડી પ્રિન્ટિંગથી ડેમો મોડેલ બનાવીને જીગ ડિવાઇસથી કાપ્યું અને સર્જરી કરી. ચોક્કસ માપ લીધા બાદ બાળકીના હાડકાને ટયુમરવાળા ભાગથી ઉપર અઢીથી ત્રણ સેન્ટિમીટર કાપીને છૂટું કરી પગની બહાર કાઢીને માઇનસ 185 ડિગ્રી લિક્વિડ નાઇટ્રોજનમાં નાંખીને હાડકું ટ્યુમરમુક્ત કરાય છે, ત્યારબાદ હાડકાને 15 મિનિટ હવામાં અને નોર્મલ ટેમ્પરેચરમાં લાવવા 10 મિનિટ સલાઇનમાં રાખીને ફરી પાછું બેસાડ્યું.


adv

Related News

post
post
post
post
post
post
post