• Home
  • News
  • સુનીલ છેત્રીનું ઈન્ડિયન ફુટબોલ ટીમમાં કમબેક, જોર્ડન વિરૂદ્ધ ઈન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચ રમશે
post

છેત્રીની સાથે ઇશાન પંડિતે પણ ફોરવર્ડ લાઇનમાં કમબેક કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-24 18:09:19

ભારતના સ્ટાર ફૂટબોલર સુનીલ છેત્રી ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. તે છ મહિના બાદ ભારતીય ફૂટબોલ ટીમમાં કમબેક કરી રહ્યો છે. મંગળવારે જાહેર કરાયેલી ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમના કોચ ઇગોર સ્ટીમેકે કોલકાતામાં ચાલી રહેલા તાલીમ સત્ર દરમિયાન ટીમની જાહેરાત કરી હતી. તેઓ 28 મેના દિવસે દોહામાં આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડલી મેચમાં જોર્ડન સામે રમશે. ટીમ 25 મેના દિવસે દોહા જવા રવાના થશે. ત્યાં ટીમ મેચ પહેલા પોતાની ટ્રેનિંગ ચાલુ રાખશે.

37 વર્ષીય છેત્રીએ ભારતીય ટીમ માટે તેની છેલ્લી મેચ ઓક્ટોબરમાં રમી હતી. ત્યારપછી SAFF ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતે નેપાળને 3-0થી હરાવ્યું હતું. જોકે છેત્રી ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયો હતો.

ફ્રન્ટ લાઈન પંડિતનું પણ કમબેક
છેત્રીની સાથે ઇશાન પંડિતે પણ ફોરવર્ડ લાઇનમાં કમબેક કર્યું છે. આ બંનેએ વીપી સુધીન અને ઈજાગ્રસ્ત રહીમ અલીની જગ્યા લીધી છે. તમને જણાવી દઈએ કે તેણે ISL ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં જગ્યા બનાવી છે. તેમણે પ્રભસુખન સિંહનું સ્થાન લીધું છે.

·         ટીમ બ્લુ આર્મી અત્યારે એશિયા કપ ફાઇનલ ક્વોલિફાયર માટે તૈયારી કરી રહી છે.

·         એએફસી એશિયા કપ ફાઇનલ રાઉન્ડ ક્વોલિફાયર બિલૌરી અને કોલકાતામાં યોજાશે.

·         ટીમ એટીકે મોહન બાગાન, આઈ-લીગ, સંતોષ ટ્રોફી અને પશ્ચિમ બંગાળની ટીમો સામે પ્રેક્ટિસ મેચ રમશે.

આ છે ટીમ

·         ગોલકીપરઃ ગુરપ્રીત સિંહ સિદ્ધુ, લક્ષ્મીકાંત કટ્ટીમાન, અમરિંદર સિંહ.

·         ડિફેન્ડર્સઃ રાહુલ ઠેકે, આકાશ મિશ્રા, હરમનજોત સિંહ ખાબરા, રોશન સિંહ, અનવર અલી, સંદેશ જિંગન, શુભાશિષ બોઝ, પ્રિતમ કોટલ.

·         મિડફિલ્ડર્સ: જેક્સન સિંહ, અનિરુદ્ધ થાપા, ગ્લેન માર્ટિન્સ, બ્રેન્ડન ફર્નાન્ડિસ, રિતિક દાસ, પ્રદંત સિંહ, યાસિર મોહમ્મદ, સહલ અબ્દુલ, સુરેશ, આશિક કુરુનિયન, લિસન કોલાકો.

·         ફોરવર્ડઃ ઈશાન પંડિત, સુનીલ છેત્રી, મનવીર સિંહ.