• Home
  • News
  • સુનીલ કુમારે એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો:ડેકાથલોનમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય; ટીમ ઈન્ડિયા મેડલ ટેલીમાં ત્રીજા નંબર પર
post

પૂજાએ મહિલાઓની લાંબી કૂદમાં સિલ્વર જીત્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-07 19:12:45

ભારતના સુનીલ કુમારે મંગળવારે દક્ષિણ કોરિયાના યેચેન ખાતે એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેન્સની ડેકાથલોન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે સુનીલે એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથલોનમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બનીને ઈતિહાસ રચ્યો હતો. ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે સુનીલ 7003 પોઇન્ટ્સ સાથે નંબર વન પર રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ડેકાથલોન ઈવેન્ટમાં ભારત માટે આ માત્ર બીજો મેડલ છે, આ પહેલા વર્ષ 2016માં પ્રથમ વખત કોઈ ભારતીય એથ્લેટે ભારત માટે મેડલ જીત્યો હતો. કૃષ્ણ કુમારે 2016માં 6551 પોઇન્ટ્સ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મેડલ ટેલીમાં ભારત ત્રીજા નંબરે
ચેમ્પિયનશિપની આ સિઝનનો આજે ત્રીજો દિવસ હતો. સુનીલના આ ગોલ્ડ બાદ ભારતની મેડલ ટેલીમાં 14 મેડલ થઈ ગયા છે. ભારતીય ટીમના હિસ્સામાં 4 ગોલ્ડ, 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ સામેલ છે. ભારતીય ટીમ ટેબલમાં ત્રીજા નંબર પર છે.

જાપાન કુલ 17 મેડલ સાથે પ્રથમ અને ચીન 14 મેડલ સાથે બીજા ક્રમે છે. ભારત અને ચીનના 14-14 મેડલ બરાબર છે, પરંતુ ચીનના આઠ ગોલ્ડ હોવાને કારણે તે બીજા નંબર પર છે.

પૂજાએ મહિલાઓની લાંબી કૂદમાં સિલ્વર જીત્યો હતો
ત્રીજા દિવસે, પૂજાએ વુમન્સના લોંગ જમ્પમાં 1.82 મીટરની છલાંગ સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે બુશરા ખાને વુમન્સવી 3000 મીટરના જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો. વુમન્સના 4x100 મીટર રિલેમાં ભારતે 45.36 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ ચેમ્પિયનની 20મી સિઝન છે, જે 1986માં શરૂ થઈ હતી. આ વર્ષે ચેમ્પિયનશિપમાં ભારતના 45 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

ડેકાથલોન શું છે?
ડેકેથલોન એક એવી ઇવેન્ટ છે જેમાં ટ્રેક અને ફીલ્ડ બંને ઇવેન્ટનો સમાવેશ થાય છે. ડેકાથલોનમાં ફક્ત પુરુષો જ ભાગ લે છે. ડેકાથલોનમાં એથ્લેટિક્સની કુલ 10 ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું આયોજન બે દિવસમાં દરેક પાંચ સંખ્યામાં કરવામાં આવે છે.

જેમાં પ્રથમ દિવસે 100 મીટર, લાંબી કૂદ, ​​શોટપુટ, ઉંચી કૂદ અને 400 મીટરની ઇવેન્ટ્સ જ્યારે બીજા દિવસે 110 મીટર હર્ડલ્સ, ડિસ્કસ થ્રો, પોલ વોલ્ટ, બરછી ફેંક અને 1500 મીટરની ઇવેન્ટ્સ યોજાઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post