• Home
  • News
  • ત્રીજીવાર IPL જીતવાની તક:સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ત્રણવાર એલિમિનેટર રમી ચૂકી છે, વોર્નર, વિલિયમ્સન, ભુવનેશ્વરના જોરે ફરી ટાઈટલનું દાવેદાર
post

સનરાઈઝર્સ હૈદરાબાદે 2009 અને 2016માં બેવાર ટાઈટલ જીત્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-18 12:26:15

ઈડિયન પ્રીમિયર લીગ (IPL)માં સનરાઈઝર્સ હૈદરાબાદની સફર ઉતાર-ચડાવ વાળી રહી છે. પ્રથમ સીઝનમાં ટીમં છેલ્લા સ્થાને રહી હતી. પરંતુ ત્યાર પછીના વર્ષમાં તેણે ટાઈટલ જીતી લીધું. ત્યાર પછી હૈદરાબાદે 2016માં બીજીવાર IPLની ફાઈનલ જીતી હતી. સનરાઈઝર્સ પાસે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરના નેતૃત્વમાં ત્રીજીવાર ટાઈટલ જીતવાની તક છે.

વોર્નરના સુકાનીપદ હેઠળ હૈદરાબાદ બીજીવાર ચેમ્પિયન બન્યું હતું
વોર્નર 2009થી IPLમાં રમી રહ્યો છે. 2014માં તે હૈદરાબાદની ટીમ સાથે જોડાયો. 2015માં તે કેપ્ટન બન્યો. 2016માં હૈદરાબાદની ટીમે રોયલ ચેલેન્જર બેંગલુરુને હરાવી ટાઈટલ પોતાના નામે કરી લીધું હતું. 2009માં ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટના સુકાનીપદ હેઠળ ટાઈટલ જીત્યું હતું.

2013માં હૈદરાબાદ ટીમનું નામ અને માલિક બદલ્યા હતા
2013
માં ફ્રેન્ચાઈઝી ડેક્કન ચાર્જર્સનું નામ બદલીને સરરાઈઝર્સ હૈદરાબાદ કરી દેવાયું હતું. ત્યારે ટીમને સન ટીવી નેટવર્કે ખરીદી હતી. સન સમૂહે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલી હૈદરાબાદની ફ્રેન્ચાઈઝીને 425.2 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ પહેલા BCCIએ ડેક્કન ચાર્જર્સના કરારને રદ્દ કરી દીધો હતો.

સન રાઈઝર્સ ટીમ: ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમ્સન, જોની બેયરેસ્ટો (વિકેટકીપર), મનીષ પાન્ડે, મોહમ્મદ નબી, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, ઋદ્દિમાન સાહા, વિરાટ સિંહ, ભુવનેશ્વર કુમાર, બાસિલ થંપી, અભિષેક શર્મા, બિલી સ્ટાંલેક, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, શ્રીવત્સ ગૌસ્વામી, સિદ્ધાર્થ કૌલ, કે. ખલીલ અહમદ, ટી નટરાજન, મિશેલ માર્શ, બાવનકા સંદીપ, ફેબ્રિયન એલન, અબ્દુલ સમદ, સંજય યાદવ અને રાશિદ ખાન.