• Home
  • News
  • દર્દીઓને વેન્ટિલેટરની જરૂર છે કે નહીં એ હવે suPAR પ્રોટીન જણાવશે, હવે મૃત્યુની સંખ્યામાં ઘટાડો થશે
post

અમેરિકાની રશ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના સંશોધકોનો દાવો, આ પ્રોટીન કોરોનાના દર્દીઓની હાલત ખરાબ થતા બચાવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-08 11:57:39

અમેરિકન સંશોધકોએ એક એવું પ્રોટીન શોધી કાઢ્યું છે જે જણાવે છે કે કયા કોરોનાના દર્દીને વેન્ટિલેટરની જરૂર પડશે. આ પ્રોટીનનું નામ suPAR છે. આ એક પ્રકારનું ઇન્ડિકેટર છે જે આ બીમારી અને ચેપની ગંભીરતા વિશે ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી આપે છે. આ પ્રોટીનની શોધ કરનાર અમેરિકાની રશ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરનું કહેવું છે કે, પ્રોટીનની મદદથી ડોકટર્સ દર્દીઓની જરૂરી સારવાર પહેલેથી જ આપી શકશે. જેથી, તેમની હાલત ગંભીર ન થાય. આ રીતે કોરોનાના ચેપથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થશે.

દુનિયાનો પહેલો આવો રિપોર્ટ રજૂ થયો

રશ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં ઇન્ટરનલ મેડિસિન ડિપાર્ટમેન્ટના ચેરમેન ડો. જોશેન રેસિર કહે છે કે, વિશ્વનો આ પહેલો રિપોર્ટ છે જે જણાવે છે કે કોરોનાના રોગોમાં suPAR પ્રોટીનનું લેવલ વધ્યું છે. આ એક રીતે ભવિષ્યવાણી છે.

ઇમ્યૂન સિસ્ટમનો મહત્ત્વપૂર્ણ ભાગ

સંશોધકોનું કહેવું છે કે, આ પ્રોટીન શરીરની ઇમ્યૂન સિસ્ટમને પ્રેરિત કરે છે અને જ્યારે રોગની તીવ્રતા વધે છે ત્યારે ચેતવણી આપે છે. આ પ્રોટીન એ યુરોકાઇનેઝ પ્લાઝમિનોઝન એક્ટિવેટર રિસ્પેટર છે, જેને બોનમેરો સેલ્સ બનાવે છે અને તે ફેફસાંમાં પણ જોવા મળે છે.

ગ્રીસ અને અમેરિકાના કોરોના પીડિતોમાં વધુ પ્રોટીન

સંશોધકોના જણાવ્યા અનુસાર, અગાઉના રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, લોહીમાં પ્રોટીનના વધારે પ્રમાણથી કિડનીના ગંભીર રોગ થવાનું જોખમ વધે છે.

નવા સંશોધનમાં વૈજ્ઞાનિકોએ હોસ્પિટલમાં દાખલ કોરોનાના 15 દર્દીઓની તપાસ કરી તો તેમાં suPAR પ્રોટીનનું સ્તર વધેલું જોવા મળ્યું.

જર્નલ ક્રિટિકલ કેરમાં પ્રકાશિત એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે, ગ્રીસમાં પણ જ્યારે યુનિવર્સિટી ઓફ એથેન્સ મેડિકલ સ્કૂલના વૈજ્ઞાનિકોએ 57 કોરોના પીડિતોની તપાસ કરી ત્યારે તેમનામાં પણ આ પ્રોટીનનું લેવલ ઊંચું જોવા મળ્યું.

પ્રોટીનનું મહત્ત્વ

સંશોધકોનું કહેવું છે કે, કોરોનાના એવા દર્દીઓ જેમનામાં આ પ્રોટીન 5 નેનોગ્રામ પ્રતિ મિલીલીટર કે તેથી ઓછું જોવા મળ્યું તેમની પરિસ્થિતિ નિયંત્રણમાં હતી. તેમજ, એવા દર્દીઓમાં જેમનામાં આ પ્રોટીન ધોરણ કરતાં 18થી 85 ટકા વધુ મળ્યું તેમને વેન્ટિલેટરની જરૂર હતી. પ્લાઝ્મામાં આ પ્રોટીનનો વધુ પડતો અર્થ એ છે કે દર્દીને વેન્ટિલેટરની વધુ જરૂર હોય છે.

દર્દીને ઘરે મોકલવો કે નહીં તે પણ જાણી શકાશે

સંશોધકો ડો.જોશેન રેસિરના જણાવ્યા મુજબ, અમે કોરોના પીડિતોમાં વધુ પ્રોટીનની હાજરી અને શ્વાસ લેવામાં તકલીફ વચ્ચે એક કડી શોધી કાઢી છે. જો કોવિડ -19ની સારવાર કરતી વખતે આ પ્રોટીનના સ્તરની પણ ચકાસણી કરવામાં આવે તો એ જાણી શકાય કે કયા દર્દીને કઈ સારવારની જરૂર છે અને કોને ઘરે મોકલી શકાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post