• Home
  • News
  • ટેકાના ભાવ હતા, છે અને રહેશે…ખત્મ કરો ખેડૂત આંદોલન: PM મોદી
post

PM મોદી એ કહ્યું મહેરબાની કરીને ભ્રમના ફેલાવો, ટેકાના ભાવ છે, હતા અને રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-08 12:39:47

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ રાજ્યસભાને સંબોધિત કર્યું. કૃષિ કાયદાના મુદ્દા પર ચાલી રહેલા આંદોલનને લઇ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ટેકાના ભાવ હતાછે અને રહેશે. એવામાં ખેડૂતોના આંદોલનને ખત્મ કરવું જોઇએ અને ચર્ચા ચાલુ રાખવી જોઇએ. આ સિવાય કેટલાંય મુદ્દા પર પીએમ મોદીએ વિપક્ષ પર કટાક્ષ કર્યા. ધન્યવાદ પ્રસ્તાવ પર PM મોદીના જવાબના મુખ્ય અંશ અહીં ઉપલબ્ધ

દેશ દરેક શીખ માટે ગર્વ કરે છે
આપણે એ ના ભૂલવું જોઇએ કે કેટલાંક લોકો આપણને ખાસ કરીને પંજાબનાખાસ કરીને શીખ ભાઇઓના મગજમાંખોટી વસ્તુઓ ભરવામાં લાગ્યા છે. આ દેશ દરેક શીખ માટે ગર્વ કરે છે. દેશ માટે તેમને શું નથી કર્યું. તેમને જીતવાનો આપણો આદર કરીએ એટલો ઓછો છે. મારું ભાગ્ય રહ્યું છે કે મને પંજાબની રોટલી ખાવાની તક મળી છે. જે ભાષા તેમના માટે કેટલાંક લોકો બોલે છે તેમને ગુમરાહ કરવાનો જે લોકો પ્રયાસ કરે છેતેનાથી કયારેય દેશનું ભલું થશે નહીં.


મોદીએ ખેડૂતોને ફરી આપ્યું વાતચીતનું આમંત્રણ

ગૃહના માધ્યમથી નિમંત્રણ આપું છું કે આદરણીય સભાપતિજી એ વાત નિશ્ચિત છે કે આપણી ખેતીને ખુશાલી બનાવા માટે આ સમયને ગુમાવવો જોઇએ નહીં. પીએમે કહ્યું કે આપણા કૃષિમંત્રી સતત ખેડૂતોની સાથે વાતચીત કરી રહ્યા છે. હજુ સુધી કોઇ તણાવ પેદા થયો નથી. એકબીજાની વાત સમજવાનોસમજાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અમે આંદોલન કરનારાઓને પ્રાર્થના કરીએ છીએ કે આંદોલન કરવાનો બધાનો હક છે. પરંતુ આ રીતે વૃદ્ઘ લોકો બેઠા છે એ યોગ્ય નથી તમે તેમને લઇ જાઓ. તમે આંદોલનને ખત્મ કરો. આગળ વધવા માટે સાથે બેસીને ચર્ચા કરીશું. હું ગૃહના માધ્યમથી પણ નિમંત્રણ આપું છું.

PM મોદી એ કહ્યું મહેરબાની કરીને ભ્રમના ફેલાવોટેકાના ભાવ છેહતા અને રહેશે

આપણે આગળ વધવું જોઇએદેશને પાછળ લઇ જવો જઇએ નહીંપક્ષો હોય વિપક્ષ હોય આ સુધારાઓને આપણે તક આપવી જોઇએ. આ પરિવર્તનથી લાભ થાય છે કે નહીં. કોઇ કમી હોય તો ઠીક કરીશુંએવું તો નથી કે બધા દરવાજા બંધ કરી દીધા હોય. આથી જ હું કહું છું કે વિશ્વાસ અપાવું છું કે મંડીઓ આધુનિક બનશેવધુ પ્રતિસ્પર્ધી બનશે. ટેકાના ભાવ છે હતા અને રહેશે. આ સદનની પવિત્રતા સમજો. મહેરબાની કરીને ભ્રમ ના ફેલાવીએ કારણ કે દેશે આપણને વિશિષ્ટ જવાબદારી સોંપી છે. 

મનમોહન સિંહનું નામ લઇ કટાક્ષ કર્યો

પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની વાતને યાદ કરતાં કહ્યું કે ખેતી સાથે જોડાયેલા એક બજારની વકાલત કરી હતી. મોદીએ કહ્યું કે મજા એ છે જે લોકો પોલિટિકલ નિવેદનબાજી કરે છે ઉછળી-ઉછળીનેતેમની સરકારોએ પણ પોત-પોતાના રાજ્યોમાં થોડુંકઘણું તો કર્યું જ છે. કોઇએ કાયદાની મંશા પર પ્રશ્ન ઉઠાવ્યો નથી. ફરિયાદ એ છે કે રીત ઠીક નહોતીજલ્દી કરી દીધુંઆવું તો રહે છે. આ તો પરિવારમાં લગ્ન થાય તો ફોઇ નારાજ થઇને કહે છેમને કેમ ના બોલાવીઆવું તો રહે છેઆટલો મોટો પરિવાર છે તો આવું તો રહે જ છે.

ખેડૂતોની દયનીય સ્થિતિ પર શું બોલ્યા PM મોદી?

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુંગૃહમાં ખેડૂત આંદોલન વિશે ઘણી ચર્ચા થઈ. મોટાભાગના સમયમાં જે વાતો થઇ તે આંદોલન અંગે વાત થઇ. કંઇ વાતને લઇ આંદોલન છેતેના પર મૌન રહ્યા. જે મૂળભૂત વાત છેસારું થાત કે તેના પર ચર્ચા થાત. આપણા કૃષિમંત્રીએ જે પ્રશ્ન પૂછયા છે તેનો જવાબ તો મળશે નહીં. હું આદરણીય હું આદરણીય દેવેગૌડા જીનો ખૂબ આભારી છું. તેમણે આ ચર્ચાને ગંભીરતાથી સાંભળી. તેમણે સારા પ્રયત્નોની પણ પ્રશંસા કરી અને તેમને સૂચનો પણ આપ્યા. પીએમએ કહ્યું કે હું આજે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું. તેમનું નિવેદન છે કે જો ખેડૂતોની વસતી ગણતરીને ધ્યાનમાં લઇ તો 33% ખેડૂત એવા છે જેમની પાસે બે વીઘાથી ઓછી જમીન છેબે વીઘા પણ નથી. 18 ટકા ખેડૂતો જે કહેવાય છે તેમની પાસે બે વીઘાથી ચાર વીઘા જમીન છે. આ 51% ખેડૂતો ગમે તેટલી મહેનત કરે પોતાની થોડીક જમીન પર ઇમાનદારીથી તેમનું ગુજરાન ચાલી શકે નહીં. નાના ખેડૂતોની દયનીય સ્થિતિથી હંમેશાં ચૌધરી ચરણસિંહને પરેશાન કરતી હતી.

દુનિયાએ જોયું ભારતનું દમ

પીએમ મોદીએ કહ્યું, “યાદ કરોહું બે-ત્રણ વર્ષ પહેલાં અહીં આ ગૃહનું ભાષણ સાંભળતો હતો. મોબાઇલ ક્યાં છેલોકો ડિજિટલ ટ્રાંઝેક્શન કેવી રીતે કરશે …. આજે યુપીઆઈ તરફથી દર મહિને ચાર લાખ કરોડનું ટ્રાંઝેક્શન થાઇ રહ્યું છે. પાણી હોયઆકાશ હોયઅંતરિક્ષ હોય ભારત દરેક ક્ષેત્રમાં તેની સંભાવના સાથે ઉભું છે. સર્જિકલ સ્ટ્રાઈક હોયએર સ્ટ્રાઇક હોયવિશ્વએ ભારતનું પરાક્રમ જોયું છે.

PMએ સંભળાવ્યા નેતાજીના ભાષણના અંશ

પીએમ મોદીએ કહ્યું, “હું ગૃહની સામે એક ક્વોટ મૂકવા માંગુ છું. આપણું લોકતંત્ર કોઈ પણ રીતે વેસ્ટર્ન ઇન્સ્ટિટ્યુશન નથી. આ એક હ્યુમન ઇન્સ્ટિટ્યુશન છે. ભારતનો ઇતિહાસ લોકતાંત્રિક સંસ્થાઓના દાખલાઓથી ભરેલો છે. પ્રાચીન ભારતમાં 81 ગણતંત્રોનું વર્ણન આપણને મળે છે. આજે દેશવાસીઓને ભારતના રાષ્ટ્રવાદ પર ચારેબાજુથી થતા હુમલાથી ચેતવવાની જરૂર છે. ભારતનો રાષ્ટ્રવાદ ના તો સાંકડો છેના તો સ્વાર્થી અને ના તો આક્રમક છે. આ સત્ય શિવમ સુંદરમના મૂલ્યોથી પ્રેરિત છે. આદરણીય સભાપતિજી આ કોટેશન આઝાદ હિંદ ફોજની પ્રથમ સરકારના પ્રથમ પ્રધાનમંત્રી નેતાજી સુભાષચંદ્ર બોઝનું છે. અને યોગાનુયોગ આજે આપણે તેમની 125મી જન્મજયંતી ઉજવી રહ્યા છીએ. દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે અજાણતાં નેતાજીની આ લાગણીનેતાજીના આ વિચારોનેતાજીના આ આદર્શોને ભૂલી ગયા છીએ. અને પરિણામ એ છે કે આજે આપણા જ આપણને કોસી રહ્યા છે.

PM મોદી વિપક્ષ પર કરી રહ્યા છે ધડાધડ કટાક્ષ

PM 
મોદીએ વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે અહીં લોકતંત્રને લઇ ખૂબ ઉપદેશ અપાય છે. તેમણે કહ્યું કે ભારતનું લોકતંત્ર એવું નથી કે તેની ખાલ આપણે ઉઝેડી શકીએ છીએ. હું ડેરેક (ઓબ્રાયન) જીની વાત સાંભળી રહ્યો હતો. જોરદાર શબ્દોનો પ્રયોગ થઇ રહ્યો હતો. હું સાંભળી રહ્યો હતો ત્યારે હું વિચારી રહ્યો હતો કે આ બંગાળની વાત છેકોંગ્રેસના આપણા (પ્રતાપ સિંહ) બાજવા સાહેબ બોલી રહ્યા હતામને લાગી રહ્યું હતું થોડીવારમાં તેઓ 84 સુધી પહોંચી જશે. ખેર એવું થયું નહીં. કોંગ્રેસ દેશને બહુ નિરાશ કરે છેએક વખત ફરીથી એ જ કર્યું.

લાગણીઓની મજાક ઉડાવવી ના જોઈએ: PM મોદી
મોદીએ કહ્યું કે આપણે ત્યાં કોરોનાને લઇ ડરાવાની કોશિષો પણ થઇ. કેટલાંય નિષ્ણાતોએ પોતાની સમજના હિસાબથી કહ્યું. આજે દુનિયા એ વાત પર ગર્વ કરી રહ્યું છે કે ભારતે કોરોનાથી લડાઇમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ લડાઇ જીતવાનો યશ કોઇ સરકારને જતો નથી પરંતુ ભારતને તો જાય છે. વિશ્વની સામે આત્મવિશ્વાસથી બોલવામાં શું જાય છે. પીએમે કહ્યું કે તમારા સોશિયલ મીડિયા પર જોયું હશેફૂટપાથ પર ઝૂંપડીમાં રહેનાર માતા પણ બહાર દીવડો પ્રગટાવીને બેઠી છે. પરંતુ આપણે તેમની ભાવનાઓની મજાક બનાવી રહ્યા છેતેમની મજાક ઉડાવી રહ્યા છે. તેમણે કહ્યું વિરોધ કરવા માટે કેટલાં મુદ્દા છે અને કરવો પણ જોઇએ પરંતુ એવું ના કરવું જોઇએ કે દેશનું મનોબળ તૂટે.

PM મોદીએ સંભળાવી કવિતા

PM 
મોદીએ કહ્યું કે મૈથિલીશરણ ગુપ્તે લખ્યું હતું,
અવસર તેરે લિએ ખડા હૈ
ફિર ભી તૂ ચુપચાપ પડા હૈ
તેરા કર્મક્ષેત્ર બડા હૈ
પલ-પલ હે અનમોલ
ઉસે ભારત ઉઠઆંખે ખોલ

ત્યારબાદ તેમણે કહ્યું કે જો આજના માહોલમાં મૈથિલીશરણ ગુપ્ત લખત તો કંઇક આવું લખત:
અવસર તેરે લિએ ખડા હૈ
તૂ આત્મવિશ્વાસસે ભરા પડા હૈ
હર બાધા હર બંદિશ કો તોડ
અરે ભારતઆત્મનિર્ભરતાના પથ પર દોડ

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post