• Home
  • News
  • હાર્દિક પટેલને રાહત; ગુજરાત પોલીસ પાંચ વર્ષથી તપાસ કેમ દબાવી રહી છે? શું તપાસ કરી જણાવે: સુપ્રીમકોર્ટ
post

હવે આ મામલે આગામી સુનાવણી 6 માર્ચે હાથ ધરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-29 09:17:47

નવી દિલ્હી: ગુજરાતમાં 2015માં પાટીદાર આંદોલનમાં હિંસા મામલે સુપ્રીમકોર્ટે કોંગ્રેસી નેતા હાર્દિક પટેલની ધરપકડ પર વચગાળાનો સ્ટે આપી દીધો. સુપ્રીમકોર્ટના જસ્ટિસ યૂ.યૂ.લલિત અને વિનીત શરણની બેન્ચે ગુજરાત સરકારને આ મામલે ફટકાર લગાવતાં કહ્યું કે ગુજરાત પોલીસ પાંચ વર્ષથી તપાસ કેમ દબાવી રહી છે? તે જણાવે કે અત્યાર સુધી શું તપાસ કરી અને તેણે શું પગલાં ભર્યા? કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી જવાબ પણ માગ્યો હતો. હવે આ મામલે આગામી સુનાવણી 6 માર્ચે હાથ ધરાશે.
હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પાટીદાર આંદોલન મામલે વચગાળાના જામીન ન આપવાના નિર્ણયને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે 17 ફેબ્રુઆરીએ પાટીદાર આંદોલનના સિલસિલામાં ગેરકાયદે રીતે લોકોના એકઠાં થવા તથા હિંસા કરવા અને રાજ્યવિરોધી નિવેદન આપવા મામલે હાર્દિક પટેલના આગોતરા જામીન રદ કરી દીધા હતા.


હાર્દિક પટેલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ શુક્રવારે કહ્યું હતું કે ગુજરાત પોલીસે પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસા મામલે જે એફઆઈઆર નોંધી હતી તેમાં હાર્દિકનું નામ પણ નહોતું. પોલીસે 5 વર્ષમાં એક વાર પણ તેને પુછપરછ માટે બોલાવ્યો નહોતો અને હવે તેની ધરપકડ કરવાની શા માટે જરૂર પડી રહી છે. આ કાર્યવારી રાજકારણથી પ્રેરિત છ. ગુજરાત સરકાર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ તેની સામે વાંધો દર્શાવતા કહ્યું કે હાર્દિક પટેલ પર લાગેલા આરોપો ગંભીર પ્રવૃતિના છે એટલા માટે તેને ધરપકડથી સંરક્ષણ ન આપી શકાય.

આ પહેલા કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિકની વિરમગામમાંથી ધરપકડ થયા બાદ હાર્દિક પટેલે કોર્ટમાં લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે તે કોર્ટમાં હાજર રહેશે. આ બાહેંધરીના આધારે કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જોકે આમ છતાં હાર્દિક ગેરહાજર રહેતા કોર્ટે તેની સામે વોરંટ કાઢ્યું હતું.

રાજદ્રોહ કેસમાં જામીન મળ્યા બાદ જેલ બહાર આવેલા હાર્દિકની માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. માણસા કોર્ટમાંથી જામીન મળતા જ હાર્દિક પટેલની સિદ્ધપુર પોલીસે વર્ષ 2017માં ચૂંટણીમાં મંજૂરી વિના સભા કરતા તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

સિદ્ધપુર કેસમાં જામીન પર છૂટ્યા બાદ હાર્દિક પટેલ સામે વર્ષ 2015માં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે નામંજૂર કરી હતી. જેને પગલે હાર્દિક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post