• Home
  • News
  • સુપ્રીમ કોર્ટે કહ્યું- પીએમ કેયર ફંડના રૂપિયા NDRFમાં ટ્રાન્સફર કરવાનો આદેશ નથી આપી શકાતો, નવી આપત્તિ રાહત યોજનાની જરૂર નથી
post

પિટિશન કરનાર એનજીઓની દલીલ હતી, સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદાની અવગણના કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-18 12:24:28

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે પીએમ કેયર ફંડ કેસમાં ચુકાદો આપ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચે કહ્યું કે પીએમ કેયર ફંડમાંથી એનડીઆરએફમાં નાણાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપી શકતા નથી.તેમને વધુમાં કહ્યું કે નવી આપત્તિ રાહત યોજનાની પણ જરૂર નથી. સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (CPIL) એનજીઓએ આ મામલે સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી.

સીપીઆઈએલે કહ્યું કે સરકારે પીએમ કેયર ફંડ બનાવીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અવગણના કરી છે. સીપીઆઈએલે દલીલ કરી હતી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે, કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી પ્રાપ્ત નાણાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) ના ખાતામાં જમા કરાવવા જોઈએ.પીએમ કેયર ફંડમાં જે પણ રકમ મળી છે, તે એનડીઆરએફમાં જ ટ્રાન્સફર થવી જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post