• Home
  • News
  • સુરતની ‘સુરત’ સુધારવા માટે ગુજરાતી સમાજ ઓફ મીસીસીપી આવ્યુ આગળ, એક લાખ ડોલરની કરી સહાય..
post

‘ગુજરાતી સમાજ ઓફ મીસીસીપી’ દ્વારા ગુજરાતમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે, તેને પહોંચી વળવા માટે સ્થાનીક દક્ષીણ ગુજરાતના પટેલોના સહયોગથી અંદાજે એક લાખ ડોલર ફંડ એકત્ર કરીને 200 ઓક્સિજન મશીનના ઓર્ડર આપી દિધા છે.

Written By nirav govani | Ahmedabad | Published: 2021-04-28 01:16:39

 

શિકાગો,

દેશમાં કોરોનાની પરિસ્થીતી દિવસે ને દિવસે ગંભીર થઇ રહી છે. ત્યારે મૂળ ભારતીયો પોતાના દેશમાં મદદ પહોંચાડવા માટેની કાર્યવાહી શરૂ કરી દિધી છે. અહીં અમેરિકાથી કેટલાક ગુજરાતીઓએ પોતાની રીતે સેવાકિય પ્રવૃત્તિ શરૂ કરી દિધી છે. અને ગુજરાતમાં જરૂરી એવા ઓક્સિજનના મશીન પહોંચાડવા માટે 1 લાખ ડોલર જેટલી માતબર રકમ મોકલી આપી છે.

ગુજરાતી સમાજ ઓફ મીસીસીપીદ્વારા ગુજરાતમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે, તેને પહોંચી વળવા માટે સ્થાનીક દક્ષીણ ગુજરાતના પટેલોના સહયોગથી અંદાજે એક લાખ ડોલર ફંડ એકત્ર કરીને 200 ઓક્સિજન મશીનના ઓર્ડર આપી દિધા છે. આવનાર એક સપ્તાહમાં આ મશીન ગુજરાતના બારડોલી ખાતેના વિવિધ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. મીસીસીપી ખાતે રહેતા મૂળ બારડોલીના બાબુભાઇ પટેલે આ અંગે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં હાલ કોરોનાને લઇને જે પરિસ્થીતી સર્જાઇ છે. તેમાં અહીંથી મદદ કરી શકાય તેવા આશય થી અહીં વસતા ગુજરાતીઓને વાત કરી ત્યારે માત્ર 48 કલાકમાં જ 1 લાખ ડોલર ફંડ એકત્ર થઇ ગયુ છે. જેના પગલે આવતા એક સપ્તાહમાં આ પ્રકારે ઓક્સિજન મશીન બારડોલી ખાતે પહોંચાડવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post