• Home
  • News
  • સુરતનો ST ડેપો કાદવ-કીચડથી ખદબદયો:1 ફૂટ સુધી કાદવનો થર, 5 બસ ફસાતા ક્રેન બોલાવવી પડી; બસોનું મેન્ટેનન્સ અને રીપેરીંગ કામ પણ ખોરવાયું
post

બસ ડેપોમાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યું હતું કે, હાલમાં સુરત ડેપો કાદવમાં ફેરવાય ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-03 17:46:31

સુરતના એસટી બસ ડેપો ભારે વરસાદને કારણે કીચડમાં ખદબદી રહ્યો છે. સુરત સ્ટેશન પાસે આવેલા એસટી બસ ડેપો નજીક મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. મેટ્રોના કામકાજને લઈ માટીના ઢગલા કરવામાં આવ્યા હતા. આ ઢગલા વરસાદના કારણે કાદવમાં પરિવર્તિત થઈ ગયા છે. કેટલીક બસો પણ કીચડમાં ફસાઈ ગઈ હતી. જે બસોને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવા પડી છે.

બસોને ક્રેઈનથી બહાર કાઢવામાં આવી
સુરત એસટી બસ ડેપો હાલ કાદવમાં ફેરવાઈ જતા ત્યાં 5 જેટલી બસો ફસાઈ ગઈ હતી. આ બસોને ક્રેઈનથી બહાર કાઢવામાં આવી હતી. આ બસ ડેપો 150થી 200 બસોની પાર્કિંગ ક્ષમતા ધરાવે છે. ત્યારે હાલ કાદવના કારણે બસના ચાલકો અને ત્યાં કામ કરતા કર્મચારીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે.

મેન્ટેનન્સ રેમ્પમાં પણ કાદવનો ભરાવો
બસ ડેપોમાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યું હતું કે, હાલમાં સુરત ડેપો કાદવમાં ફેરવાય ગયા છે. બસ ડેપોમાં 1 ફૂટ જેટલું કીચડ જામી ગયું છે. જેમાંથી તેમને પસાર થવુ પડે છે. આ બસ ડેપોમાં તમામ બસોનું મેન્ટેનન્સ અને રીપેરીંગ કામ થાય છે. પરંતુ બસ ડેપોની આવી દશાના કારણે બસોનું મેન્ટેનન્સ અને રીપેરીંગ કામ પણ હાલ ખોરવાય ગયું છે. મેન્ટેનન્સ રેમ્પમાં પણ કાદવનો ભરાવો થઈ ગયો હતો.

રજૂઆતો કરાઈ પણ નિરાકરણ નહીં
વધુમાં જણાવ્યું હતું કે, બસ ડેપોની નજીકમાં ચાલી રહેલા મેટ્રો ટ્રેનની કામગીરી દરમિયાન માટીના ઢગલા કરી દેવામાં આવ્યા હતા. આ માટીના ઢગલાને વરસાદની સીઝન પહેલા હટાવવા માટે વારંવાર કોન્ટ્રાકટરને લેખીતમાં જાણ કરવામાં આવી હતી. તેણે કોઈ ધ્યાન ન દેતા મેટ્રો રેલ પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓને પણ આ વાતની લેખિતમાં જાણ કરવામાં આવી હતી, પરંતુ તે લોકોએ આંખ આડા કાન કરી લીધા હતા. જેના પરિણામે સુરતમાં ચાર દિવસ પડેલા ભારે વરસાદ બાદ આવી પરિસ્થિતિ ઉભી થઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post