• Home
  • News
  • હુમલો કરવાનું કાવતરું ઘડાયું તે રેકોર્ડિંગથી ખુલ્યું, હુમલાખોરો CCTVમાં કેદ થયા
post

ભાઈગીરીના અભરખામાં એકની હત્યા થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-03 11:46:34

સુરત. ભેસ્તાન વિસ્તારમાં થયેલી સંગમ પંડિતની હત્યામાં કોર્પોરેટર સતીશ પટેલની સંડોવણી હોવાની શંકાને લઈને ચર્ચામાં છે. દરમિયાન બૂટલેગર ચંચલનો એક ઓડિયો વાઈરલ થયો છે જેમાં હત્યાનું કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. જ્યારે હુમલો કરતા પહેલા બૂટલેગર ચંચલના સાગરીતો CCTVમાં કેદ થઈ જવા પામ્યા છે.

ઝઘડાની અદાવતમાં હુમલામાં હત્યા થઈ ગઈ

એક વર્ષ પહેલા ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની બાબતે વિક્કી અને પ્રદીપ ઉર્ફે દીપુનો ઝધડો થયો હતો. જેના કારણે 10 દિવસ પહેલા દીપ જયોત સોસાયટીમાં રહેતા ધીરજના જન્મ દિવસમાં વિકાસ ઉર્ફે વિક્કીએ પ્રદીપને મારવાની વાત કરી હતી. બસ આ વાતમાં પ્રદીપના મિત્ર વિશાલની વિક્કી જોડે માથાકૂટ થઈ અને તેમાં વિક્કીને વિશાલના મિત્ર પ્રતિકે તમાચો માર્યો, વિક્કીએ ભાઈગીરી કરવી હતી. કદાચ પ્રતિકને ન મારે તો ભૈરવનગરમાં ભાઈ કેવી રીતે કહેવાય બસ આ વાતને લઈને વિક્કીએ ચંચલના પન્ટરોનો સહારો લીધો. જોકે, પ્રતિકની ગેમ બનાવવામાં ચંચલના પન્ટર સંગમ પંડિતની હત્યા થઈ હતી.

કોર્પોરેટરની સંડોવણી અંગે પોલીસે તપાસ હાથ ધરી

પાંડેસરા પોલીસે ચંચલ, વિક્કીને લઈ આવી છે. જેમાં વિક્કીને ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે. કેમ કે એક આરોપી કોરોના પોઝિટિવ આવ્યો અને તે વિક્કીની સાથે હતો. બીજી તરફ સંગમ પંડિતનો હોસ્પિટલમાં મરવા પહેલા એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કોર્પોરેટર સતીશ પટેલે માર માર્યો હોવાનું જણાવે છે. આ વીડિયો બાબતે પોલીસે હોસ્પિટલના CCTV કેમેરાની તપાસ કરાવી છે. ખરેખર તે જાતે બોલે છે કે પછી તેને બોલાવવામાં આવે છે, આ તમામ પાસાઓને પોલીસ બારીકાઈથી તપાસ કરી રહી છે.

મારામારી થઈ ત્યારે પાંડેસરા પોલીસે ઘટનાને ગંભીરતાથી ન લીધી

ભેસ્તાન ભૈરવનગરમાં થયેલી હત્યા પહેલા મારામારી થઈ ત્યારે મામલો પાંડેસરા પોલીસમાં ગયો હતો. પાંડેસરા પીઆઈ ડી.કે.પટેલ નાઇટમાં હતા. પોલીસે તે વખતે અરજી લીધી હતી. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી ન લીધી અને તેના જ કારણે મામલો હત્યા સુધી પહોંચ્યો, બાકી પોલીસે ત્યાં હોય તો શું હત્યા થઈ હોત? 30મી તારીખે શનિવારે વિકાસ ઉર્ફે વિક્કી અને પ્રતિક ઉર્ફે ગંજીનો સવારે ઝધડો થયો હતો. ઝધડાની અદાવતમાં વિક્કી રાતે ચપ્પુ લઈને પ્રતિકને મારવા માટે આવ્યો હતો. પ્રતિકની પત્નીએ હથિયાર જોઈ લેતા તેણે એલર્ટ કર્યો હતો. પ્રતિકે તેની સોસાયટીમાં રહેતા ધમો ઉર્ફે ધર્મેશને વાત કરી હતી. જેથી ધર્મેશ સોસાયટીમાંથી 10 થી 15 યુવકોને લઈને પ્રતિકના ઘર પાસે આવી ગયો હતો. દરમિયાન વિક્કી બહાર ઊભો હતો. જેથી પ્રતિક, ધર્મેશ સહિત સોસાયટીના યુવકોએ વિક્કીને માર મારી બાઇક સળગાવી નાખી હતી. વિક્કીનો મોબાઇલ ત્યાં પડી ગયો, જેમાં ચંચલ સાથેની વાતચીતનું રેકોર્ડિંગ મળ્યું હતું. આથી પ્રતિક સહિત તમામ ચંચલના ઘરે તેને મારવા ગયા હતા. જો કે ચંચલ મળ્યો ન હતો. પછી તેઓ સીધા 12.30 વાગ્યે પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવે છે, કોર્પોરેટર સતીશ પટેલ પણ પોલીસ સ્ટેશને આવે છે. પછી વિશાલ અને પ્રતિક વિક્કી છરો લઈને મારવા આવે, તે બાબતે લેખિતમાં અરજી આપે છે.

ચંચલના કહેવાથી સુજીત અને સંગમ મારવા આવ્યા

ફાઇનાન્સર ચંચલ કારમાં આવે છે અને પાછળ 5 બાઇકો 10 જણા આવે છે. 50 જેટલા ટોળાને જોઈ ચંચલ અને પન્ટરો ત્યાંથી નીકળી જાય છે. એટલામાં ચંચલના પન્ટરોમાં સુજીત અને સંગમ મોપેડ પર ટોળાને જોઇને ભાગવામાં સર્કલ પાસે સ્લીપ થાય છે. જેથી ટોળાએ સુજીત અને સંગમને પકડી તિક્ષ્ય હથિયારો ઘા કરી દેતા સંગમનું મોત થયું છે. બન્ને ચંચલના માણસ અને એક ગામના છે.

ચંચલએ વિક્કીને માણસો આપી હુમલો કરવા માટેની વાત કરી તેના અંશો

ચંચલ:-મેરી બાત સુન મે તેરે 4-5 લડકે દુગાં, ફિલ્ડિંગ લગા દેના, ફીર તેરે કો જીતના મન કરે ઠોકના, પોલીસ ચોકી સે લેકે સબ જગા પે મે સંભાલ લુગાં, તેરે કો મારા તો મેરા ઇજ્જત જાતા હે, ઈસ લીયે મારના જરૂરી હૈ, શાંત રહે, દીમાગ સે કામ કર
વિક્કી-મે સીધા સામાન હી ડાલુગાં, ભાઈ મે માર ખા લુંગા ઔર કુછ નહિ કરૂગા તો મેરે કો 10 લોગ ભાઈ કહેના છોડ દેંગે ઔર ઇજ્જત ભી ચલી જાયેગી
ચંચલ-વહી બાત હૈ
વિક્કી-વન બાય વન ખેલા હોતા તો ઉસકો બતા દેતા કી કિસમે કિતના હૈ દમ
ચંચલ-છોટા મેટર મે નહી પડતા, સીધા સતીશ પટેલ કા મેટર હોતા હૈ હમ લોગો કા મેટર વહાં હોતા હૈ
વિક્કી- પોલીસવાલે આયે તો મેરા પાંવ પકડને લગે
ચંચલ-ઉસકો નહિ માલૂમ થા,મેરી બાત સુન, કલ ઉસકો થોકેગે તો હી મેરા ઈજ્જત વાપસ આયેગા

હત્યામાં 5 જણાની ધરપકડ પહેલા પોલીસે કોરોના રિપોર્ટ કઢાવ્યો

હત્યાના ગુનામાં પાંડેસરા પોલીસે મોડીરાતે પ્રતિક સહિત 5 જણાની સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. આ પહેલા પાંચેય જણાને કોરોના રિપોર્ટ કરવા માટે નવી સિવિલ મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા પછી પોલીસ હત્યારા પ્રતિક ઉર્ફે ગંજી પટેલ, દીપેશ ઉર્ફે દીપુ પટેલ, મેહુલ લાડ, વિશાલ સીંગ અને યોગેશ પટેલની ધરપકડ કરી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post