• Home
  • News
  • સુરતના કામરેજમાં પોલીયોની રસીથી બે બાળકોના મોત
post

સુરતના કામરેજમાં એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીયોના બે ટીપાં પીવડાવ્યા બાદ બે બાળકોનાં મોત થયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-10 14:33:45

સુરત : સુરતના કામરેજમાં એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે જેમાં પોલીયોના બે ટીપાં પીવડાવ્યા બાદ બે બાળકોનાં મોત થયા છે. સુરતના કામરેજ વિસ્તારમાં આવેલી સરકારી આંગણવાડીમાં ગઈકાલે બે જોડિયા બાળકોને રસી આપવામાં આવી હતી.

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડૉક્ટરોની બેદરકારીના કારણે તેમના સંતાનોનાં મોત થયા છે. સુરતની આ ઘટના બાદ મોતનું સાચું કારણ શોધવાની કવાયત શરૂ થઈ છે. ગઈકાલે મમતા દિવસ અંતર્ગત સુરતમાં આ બાળકોને પોલીયોની રસી આપવામાં આવી હતી.

મૃતક બાળકોના એક સ્વજને એક વાતચીતમાં જણાવ્યું, ' અમે 12 વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે બાળકોને લઈને રસી આપવા ગયા હતા. ડૉકટરે રસી મૂક્યા બાદ અમને કહ્યું કે તાવ આવે તો ગભરાતાં નહીં રાત્રે બાળકો સુઈ ગયા બાદ સવારે ઉઠ્યાં નહીં. આ ઘટના ગઈકાલની હતી. પોલીયોની રસીએ બે જોડિયા બાળકોનાં મોત થયા હોવાનો પરિવારનો આક્ષેપ છે.

કામરેજની સરકારી આંગણવાડીમાં ગઈકાલે આ રસી આપવામાં આવ્યા હતા. હાલ પરિવાર સિવિલ હૉસ્પિટલમાં પૉસ્ટમોર્ટમ કરવા માટે પહોંચ્યા હતા. પરિવારજને કહ્યું કે તબીબે કહ્યું હતું કે તાવ આવે તો ખાનગી દવાખાને જતાં નહીં, સવારે બાળકોને અમે ખાનગી હૉસ્પિટલમાં લઈ જતાં ત્યાં બાળકોને મૃત જાહેર કર્યા. અમને જ્યાં સુધી ફૉરેન્સિક રિપોર્ટ નહીં મળે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારીએ'