• Home
  • News
  • સુરેશ રૈનાએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો:IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ નહીં રમે, ઓગસ્ટ 2020માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી
post

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ રૈના આઈપીએલ અને વિદેશી લીગમાં રમી રહ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-06 17:24:21

સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. રૈનાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. રૈનાએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. આ જ દિવસે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી.

હવે રૈનાએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, એટલે કે તે ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાં પણ નહીં રમે. રૈનાએ ટ્વીટ કર્યું છે કે - દેશ અને મારા રાજ્ય ઉત્તરપ્રદેશ માટે રમવું મારા માટે સન્માનની વાત છે. ટ્વીટમાં તેણે બીસીસીઆઈ, યુપી ક્રિકેટ એસોસિયેશન, તેની આઈપીએલ ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સનો આભાર માન્યો છે.

2022 IPLમાં કોઈ ફ્રેન્ચાઈઝી ખરીદી હતી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ રૈના આઈપીએલ અને વિદેશી લીગમાં રમી રહ્યો હતો. પરંતુ તેને 2022 IPLમાં ચેન્નઈ સહિત કોઈપણ ફ્રેન્ચાઈઝી દ્વારા લેવામાં આવ્યો નહોતો. જોકે એવું માનવામાં આવતું હતું કે રૈના 2022ની IPLમાં વાપસી કરી શકે છે, પરંતુ એવું થયું નહીં. રૈનાએ 2021ની સીઝન અધવચ્ચે જ છોડી દીધી હતી. તેણે તેની છેલ્લી આઈપીએલ મેચ આ જ સીઝનમાં રમી હતી.