• Home
  • News
  • ટી-20 રેન્કિંગમાં રિઝવાનને પછાડીને સૂર્યકુમાર યાદવ નંબર વન બેટસમેન બન્યો
post

બોલરોની રેન્કિંગમાં રાશિદ ખાન નંબર વન પર છે. જ્યારે શ્રીલંકન સ્પિનર વનિંદુ હસરંગા બીજા ક્રમે આવી ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-02 19:08:50

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડકપ વચ્ચે ભારતના સ્ફોટક બેટસમેન સૂર્યકુમાર યાદવે ટી-20 રેન્કિંગમાં નંબર વનનો તાજ પાકિસ્તાનના ઓપનર રિઝવાન પાસેથી છીનવી લીધો છે. આઈસીસી દ્વારા જાહેર થયેલા લેટેસ્ટ રેન્કિંગમાં સૂર્ય કુમાર યાદવ નંબર વન પર પહોંચ્યો છે. જ્યારે રિઝવાન બીજા ક્રમે ખસી ગયો છે. સૂર્યકુમાર યાદવે ટી-20 વર્લ્ડકપમાં પણ પોતાનુ ધરખમ ફોર્મ યથાવત રાખ્યુ છે. સાઉથ આફ્રિકા સામેની હાફ સેન્ચુરીની ઈનિંગ બાદ સૂર્યકુમારને ટી-20માં નંબર વન રેન્કિંગ મળ્યુ છે.

આ પહેલા સૂર્યકુમાર 828 રન સાથે ત્રીજા ક્રમે હતો પણ નેધરલેન્ડ સામે 51 અને સાઉથ આફ્રિકા સામે 68 રનની ઈનિંગના કારણે હવે તે 863 પોઈન્ટ સાથે પહેલા ક્રમ પર આવી ગયો છે. નવા રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડનો ડેવોન કોન્વે ત્રીજા ક્રમે, પાકિસ્તાનનો બાબર આઝમ ચોથા ક્રમે અને સાઉથ આફ્રિકાનો માર્કરામ પાંચમા ક્રમ છે. જ્યારે વિરાટ કોહલી ટોપ ટેનમાં સામેલ છે. બીજી તરફ રોહિત 15મા અને રાહુલ 22મા સ્થાને છે.

બોલરોની રેન્કિંગમાં રાશિદ ખાન નંબર વન પર છે. જ્યારે શ્રીલંકન સ્પિનર વનિંદુ હસરંગા બીજા ક્રમે આવી ગયો છે. સાઉથ આફ્રિકાનો તબરેઝ શમ્સી ત્રીજા અને ઓસ્ટ્રેલિયાનો હેઝલવૂડ ચોથા ક્રમે છે. ઓલરાઉન્ડરના રેન્કિંગમાં શાકિબ અલ હસન ટોપ પર છે. જ્યારે મહોમ્મદ નબી બીજા અને ભારતનો હાર્દિક પંડ્યા ત્રીજા ક્રમે છે.