• Home
  • News
  • ભુજમાં કોરોના વોરીયર્સ તરીકે ચર્ચામાં રહેલી મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ
post

મહિલા પોલીસ મથકમાં સ્ટાફ અને અધિકારી સાથે ગેરવર્તન બદલ સજા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 09:59:31

ભુજ: પશ્ચિમ કચ્છના ભુજ ખાતે લોકડાઉન સમયે બાળક સાથે ફરજ બજાવવી કોરોનાવોરીયર્સ તરીકે સોશીયલ મીડિયામાં ચર્ચા રહેલી મહિલા કોન્સ્ટેબલના ગેરવર્તન અંગે ઉચ કક્ષાએ રજુઆત થતાં નવ નિયુક્ત એસપી સૌરભસિંઘ દ્વરા કડક એક્શન લઇને આ મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી નાખવામાં આવતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

બુધવારે અલ્કાબેનને સસ્પેડ કરવામાં આવ્યા હોવાના અહેવાલ
પ્રાપ્ત વિગતો મુજબ મહિલા પોલીસ મથકમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા અલ્કાબેન ગૌતમસિંહ દેસાઇ ડાભી નામના મહિલા કર્મચારીને મહિલા પોલીસ મથકમાં સ્ટાફ અને અધિકારી સામે ગેરવર્તન કરતા હોવા બાબતે તેમના સામે કાર્યવાહી કરવા સબ પશ્ચિમ કચ્છ પોલીસ વડા રજુઆત કરાઇ હતી. જેને પગલે બુધવારે અલ્કાબેનને સસ્પેડ કરવામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા છે.

અત્રે ઉલેખનીય છે કે, અલ્કાબેન દેસાઇ લોકડાઉ સમયે મહામારીની પરિસ્થિતીમાં ફરજને મહત્વ આપીને પોતાની બાળકીને સાથે રાખીને ડ્યુટી કરતા જોવા મળ્યા હતા. જેને લઇને તેઓ કોરોનાવોરીયર્સ તરીકે ભારે ચર્ચામાં રહ્યા હતા. અલ્કાબેન અને તેના પતિ ગૌતમભાઇ પણ ભુજ પોલીસમાં ફરજ બજાવે છે. ત્યારે અલ્કાબેનનું મહિલા પોલીસ મથકમાં ગેરવર્તુણક સબબ ફરિયાદ વધી જતાં તેમના સામે આકરા પગલા લેવાયા હોવાનું પોલીસ વર્તુળમાં ચર્ચાઇ રહયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post