• Home
  • News
  • 24 કલાક મોત સામે ઝઝૂમતા SVPના નર્સિંગ સ્ટાફને પૂરતો પગાર ન મળતા 3 દિવસમાં બીજી વાર હડતાળ
post

50 જેટલા કર્મચારીઓ SVP હોસ્પિટલના કેમ્પસમાં એકઠા થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 11:53:53

અમદાવાદ: શહેરની SVP હોસ્પિટલમાં ફરી એકવાર નર્સિંગ સ્ટાફ સવારથી હડતાલ પર ઉતરી ગયો છે. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલ તરફથી પગાર ચુકવવાની જે ખાતરી આપવામાં આવી હતી તેનું પાલન કરવામાં આવ્યું નથી. કર્મચારીઓને પૂરતા પૈસા ચુકવવામાં આવ્યા નથી. કેટલાક કર્મચારીઓને ઓછા જ પૈસા ચૂકવ્યા છે, જેથી આજે સવારથી તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. 50 જેટલા કર્મચારીઓ હાલમાં SVP હોસ્પિટલના કેમ્પસમાં એકઠા થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા પણ SVPના નર્સિંગ સ્ટાફે હડતાળ કરી હતી.

નર્સિંગ સ્ટાફની 8 જૂને હડતાળ થઈ હતી
ત્રણ દિવસ પહેલા SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે હડતાળ પર કરી હતી. ઈમેલ કરીને સ્ટાફના પગારમાં 20% થી વધુનો કાપ મૂકાયો હતો. કોરોના વોરિયર્સ એવા નર્સિંગના કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. તેમજ પૂરો પગાર આપવાની માગ સાથે સ્ટાફે કેમ્પસમાં જ ઘરણાં કર્યા હતા. જો કે બાદમાં હોસ્પિટલ તંત્રએ લેખિતમાં ખાતરી આપી હતી કે તેમનો પગાર નહીં કપાય તેમજ જે સ્ટાફ કોવિડ-19 વોર્ડમાં ફરજ બજાવે છે તેમને 20 ટકા વધારે પગાર ચૂકવવામાં આવશે. 30 જૂન સુધી તેમને વળતર પણ અપાશે. સાથે જ તેમને 250 રૂપિયા ઇન્સેન્ટિવ પણ આપવામાં આવશે. જેને પગલે સોમવારે હડતાળ સમેટાઈ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post