• Home
  • News
  • ઝાડૂ મારનારના પુત્રએ ગોલ્ડ જીત્યો:જેરેમી વાંસની ગાંસડીથી વેટલિફ્ટિંગની પ્રેક્ટિસ કરતો હતો, પપ્પા બોક્સિંગના નેશનલ પ્લેયર હતા
post

જેરેમી શરૂઆતથી જ મુખ્ય ઇવેન્ટમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ઉઠાવેલા વજન કરતા વધુ વજન ઉઠાવતો આવતો રહ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-01 19:58:33

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ મળ્યો હતો. મીરાબાઈ ચાનૂ પછી જેરેમી લાલરિનુંગાએ વેટલિફ્ટિંગના 67 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 19 વર્ષીય જેરેમી મિઝોરમની રાજધાની આઇઝોલનો રહેવાસી છે. તેણે NIS પટિયાલામાંથી ટ્રેનિંગ લીધી છે. વેટલિફ્ટર જેરેમી મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હોવા છતાં તેણે હાર માની નહોતી અને સફળતા પ્રાપ્ત કરી હતી.

જેરેમીના કોચ યૂ જોઇતાએ ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે 9 વર્ષની ઉંમરથી જ તેઓએ જેરેમી લાલરિનુંગાને જોયો હતો. જોઇતા તેનાથી ખાસ પ્રભાવિત થયા હતા. તેમને લાગ્યુ હતુ કે આ છોકરો આવનારા સમયમાં કંઈક મોટુ પરાક્રમ કરશે. ત્યારબાદ કોચ જેરેમીને પૂણે લઈ આવ્યા હતા. શરૂઆતમાં જેરેમીએ કોચના ઘરે રહીને જ ટ્રેનિંગ લીધી હતી. કોચે જણાવ્યુ હતુ કે જેરેમી નાનપણથી જ સ્ફૂર્તિલો છે.

પિતાએ ઝાડૂ લગાવીને પરિવારની જવાબદારી નિભાવી
કોચ યૂ જોઇતા કહે છે કે જેરેમી નાની-નાની વાતોમાં પણ ચપડતા દેખાડતો હતો. જેરેમી માત્ર શારીરિક કસરત જ નહિ પરંતુ માનસિક કસરત કરવામાં પણ નિષ્ણાત હતો. જેરેમી નાનપણથી જ વાંસનr ગાંસડીઓ ઉપાડીને અભ્યાસ કરતો હતો. તે 5 ભાઈઓમાં ત્રીજા નંબરનો ભાઈ છે. ચારેય ભાઈઓ જેરેમીને હંમેશા સપોર્ટ કરતા આવ્યા છે. જેરેમીના પિતા લાલરિનુંગા સ્ટેટ અને નેશનલ લેવલ પર બોક્સિંગમાં મેડસ જીતી ચૂક્યા છે. જોકે હાલત સારી ના હોવાથી લાલરિનુંગાને PWDના રસ્તાઓના નિર્માણ પર ઝાડૂ મારવાની નોકરી કરવી પડતી હતી.

જેરેમીના માતા-પિતાને હિંદી કે પછી અંગ્રેજી બોલતા આવડતુ નથી. જેરેમીએ સ્નેચમાં 140 અને ક્લીન એન્ડ જર્કમાં 160 KG વેટ ઉઠાવ્યું હતુ. આમ આવી રીતે તેણે કુલ 300 KG વેટ ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સ્નેચના પહેલા અને બીજા પ્રયાસમાં જેરેમીનું શાનદાર પ્રદર્શન
જેરેમીએ સ્નેચના પહેલા પ્રયાસમાં 136 KGનું વેટ ઉઠાવ્યું હતુ અને ગોલ્ડ મેડલ પોઝિશન પર આવી ગયો હતો. બીજાવ પ્રયાસમાં તેણે 140 KGનું વેટ ઉઠાવીને ગેમ્સ રેકોર્ડ ગોલ્ડ માટેની પોતાની પોઝિશન મજબૂત કરી દીધી હતી. જેરેમીએ ત્રીજા પ્રયાસમાં 143 KG ઉઠાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેને આમાં સફળતા મળી નહોતી.

ગંભીર ઇજા પહોંચવા છતા ક્લીન એન્ડ જર્ક ઇવેન્ટમાં ઉતર્યો
ભારતીય વેટલિફ્ટરે ક્લીન એન્ડ જર્કમાં પોતાના પહેલા પ્રયાસમાં 154 અને બીજા પ્રયાસમાં 160 KG વેટ ઉઠાવ્યું હતુ. ત્રીજા પ્રયાસમાં તેણે 164 KG ઉઠાવવાની કોશિશ કરી હતી પરંતુ તેને સફળતા મળી હતી. જોકે આમ છતા તેણે ગોલ્ડ જીત્યો હતો. ક્લાન એન્ડ જર્કના પ્રથમ પ્રયાસ દરમિયાન જેરેમીને ઇજા થઈ હતી. તેમ છતા પણ તે બે વખત વેટ લિફ્ટ કરવા ઉતર્યો હતો.

જેરેમી લાલરિનુંગા 2018 યૂથ ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલિસ્ટ છે. સાથે જ તેણે 2021 કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ જીત્યો છે.

પ્રેક્ટિસથી વધુ વેટ મેચમાં ઉઠાવતો રહ્યો છે જેરેમી
કોચે ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે જેરેમીને કોમનવેલ્થ ગેમ્સમાં થયોલી ઇજા અંગે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. કરિયરના શરૂઆતમાં વજન ઉઠાવતા દરમિયાન તેના મસલ્સમાં ખેંચાઇ જતા હોય છે. જોકે આજે વધુ ખેંચાય ગયા હોઈ તેવું લાગ્યુ, પરંતુ મસાજ અને એક્સરસાઇઝથી તે જલ્દી ઠીક થઈ જશે.

વાત એમ છે કે જેરેમી શરૂઆતથી જ મુખ્ય ઇવેન્ટમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ઉઠાવેલા વજન કરતા વધુ વજન ઉઠાવતો આવતો રહ્યો છે. તે ઇચ્છે કે વધુ ને વધુ વજન ઉઠાવીને તે દેશ માટે મેડલ લઈ આવે.