• Home
  • News
  • રાજ્યમાં સ્વાઈન ફ્લૂથી રાહત, 2019માં 4,844 કેસ હતા, 2020માં માત્ર 55 કેસ અને બેના મોત
post

કેન્દ્ર સરકારે સ્વાઈન ફ્લૂના 1 જાન્યુઆરીથી 31 જુલાઈ સુધીના આંકડા જાહેર કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 12:04:06

રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ તેમજ વડોદરા જેવા શહેરોમાં કોરોનાની સ્થિતી ધીરે-ધીરે કાબુમાં આવી રહી છે. જોકે હજુ પણ રાજ્યમાં દરરોજ 1100થી વધુ કેસ તેમજ 20થી વધુના મોત થાય છે. ત્યારે કોરોના કાળ દરમિયાન આ વર્ષે સ્વાઈન ફ્લૂથી રાજ્યને રાહત મળી છે. અન્ય વર્ષની સરખામણીમાં 2020માં ગુજરાતમાં ના બરાબર કેસ તેમજ મોત નોંધાયા છે. ગત વર્ષે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કુલ 4844 કેસ નોંધાયા હતા અને 151 દર્દીના મોત નિપજ્યાં હતા. ત્યારે આ વર્ષે માત્ર 55 કેસ અને બે લોકોના સ્વાઈન ફ્લૂના કારણે મોત થયા છે.

2020માં લોકોને સ્વાઈન ફ્લૂની બીમારીથી રાહત મળી
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સ્વાઈન ફ્લૂના 1 જાન્યુઆરીથી 31 જુલાઈ સુધીના આંકડા જાહેર કર્યા હતા. જેમા 2020માં દેશભરમાં માત્ર 2721 કેસ અને 44 લોકોના મોત નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં માત્ર સ્વાઈન ફ્લૂના માત્ર 55 કેસ તેમજ બે લોકોના મોત નોંધાયા છે. એટલે કે 2020માં લોકોને સ્વાઈન ફ્લૂની બીમારીથી રાહત મળી છે. સરકારના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં સૌથી ઓછા કેસ આ વર્ષે નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં સ્વાઈન ફ્લૂના સૌથી ઓછા કેસ 2020માં

વર્ષ

કેસ

મોત

2016

411

55

2017

7,709

431

2018

2,164

97

2019

4,844

151

2020

55

2

કઈ રીતે ફેલાય છે આ બીમારી?
જ્યારે ખાંસી આવે અથવા છીંક આવે તો હવામાં અથવા જમીન પર કે જ્યાં પણ થૂક અથવા મોં અને નાકમાંથી નિકળતું દ્રવ કણ પડે છે, તે વાયરસની ચપેટમાં આવી જાય છે. આ કણ હવા દ્વારા અથવા કોઈને અડવાથી અન્ય વ્યક્તિના શરીરમાં મોં અથવા નાક દ્વારા પ્રવેશે છે. ઉપરાંત દરવાજા, ફોન, કીબોર્ડ અથવા રિમોટ કંટ્રોલ દ્વારા પણ આ વાયરસ ફેલાય છે. જો આ વસ્તુઓનો ઉપયોગ કોઈ સંક્રમિત વ્યક્તિએ કર્યો હોય.

શરૂઆતના લક્ષણો
-
નાકમાંથી સતત પાણી નીકળવું, છીંકો આવવી અને નાક જામ થઈ જવી
-
માસપેશીઓમાં દુખાવો કે અકળાઈ જવાની સમસ્યા
-
માથામાં ભયાનક દુખાવો થવો
-
કફ અને કોલ્ડ, સતત ખાંસી આવવી
-
ઊંઘ ન આવવી અને બહુ વધારે થાક લાગવો
-
તાવ આવવો, દવા ખાધાં બાદ પણ તાવ વધવો
-
ગળામાં ખારાશ થવી અને સતત સમસ્યા વધતી જવી

સ્વાઈન ફ્લૂથી બચવાના ઉપાયો
-
સ્વાઈન ફલૂનાં દર્દીથી 6થી7 ફૂટ દૂર રહેવું
-
બહારથી ઘરમાં આવ્યા બાદ સાબુથી હાથ ધોવા
-
છીંક કે ઉધરસ આવે ત્યારે મોં આગળ રૂમાલ રાખવો
-
પૂરતી ઊંઘ લેવી
-
લીંબુ શરબત કે અન્ય પ્રવાહી વધારે લેવું, પ્રોટીનયુકત ખોરાક લેવો
-
શકય હોય ત્યાં સુધી ભીડવાળી જગ્યામાં જવાનું ટાળવું

 

adv

Related News

post
post
post
post
post
post
post