• Home
  • News
  • સિસ્ટમ મધ્યપ્રદેશમાં સક્રિય, અસર ગુજરાતમાં થશે:સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં હળવા વરસાદની આગાહી, રાજ્યમાં ઓગસ્ટ મહિનો અત્યારસુધી કોરો, 17 MM જ વરસાદ
post

ચાલુ ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો આજે 21 ઓગસ્ટ છે, ત્યારે રાજ્યમાં ઓગસ્ટમાં સરેરાશ કરતાં 89 ટકા વરસાદની ઘટ છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-21 18:42:40

હાલ ઉત્તર મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય હોવાથી એની અસર ગુજરાતમાં જોવા મળશે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. એમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વધુ છે. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં 159 મિમી વરસાદ થવો જોઈએ, પરંતુ આજે 21 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 17 મિમી જ વરસાદ નોંધાયો છે.

ચાલુ ઓગસ્ટ મહિનામાં 89 ટકા વરસાદની ઘટ
ચાલુ ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો આજે 21 ઓગસ્ટ છે, ત્યારે રાજ્યમાં ઓગસ્ટમાં સરેરાશ કરતાં 89 ટકા વરસાદની ઘટ છે. જોકે શ્રાવણ મહિનાની શરૂઆત થતાં રાજ્યમાં અમુક ભાગોમાં હળવો વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું છે. આજે સવારે અમદાવાદમાં ઝરમર વરસાદથી રસ્તાઓ ભીંજાયા હતા તેમજ હાલ પણ વરસાદી માહોલ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના નહીંવત્
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ઓછી છે, પરંતુ 24 કલાકમાં ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. આજે સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. ઉત્તર મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની સંભાવના છે.

ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદની ઘટ
મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે માન્ય રીતે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાતાવરણમાં ઠંડક અનુભવાય છે, જોકે આ ઠંડક વરસાદને કારણે અનુભવાઇ રહી છે. ગુજરાતમાં ખેડા, નર્મદા, વડોદરા, ગાંધીનગર અને દાહોદમાં વરસાદની ઘટ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post