• Home
  • News
  • ટી-20 વર્લ્ડકપઃ નેધરલેન્ડ સામેની મેચમાં હાર્દિકને આરામ અપાય તેવી શક્યતા
post

પાક સામેની મેચમાં પંડ્યાએ સતત 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-25 18:31:13

નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની ઐતહાસિક જીત બાદ હવે ટીમ ઈન્ડિયા પોતાની બીજી મેચ નેધરલેન્ડ સામે 27 ઓક્ટોબરે રમશે. મેચ પહેલા નેટ પ્રેક્ટિસમાં હાર્દિક પંડયાને આરામ આપવામાં આવ્યો છે.એવુ પણ જાણવા મળ્યુ છે કે, હાર્દિક પંડ્યા જેવા મહત્વના ખેલાડીને ટીમ ઈન્ડિયા નેધરલેન્ડ સામે આરામ આપી શકે છે.પંડ્યાની જગ્યાએ હૂડાને કે પંતને અજમાવી શકાય છે.

પ્રેક્ટિસ સેશનમાં આર અશ્વિનને બાદ કરતા પાકિસ્તાન સામે રમનારા તમામ બોલરોને રેસ્ટ આપવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, પાક સામેની મેચમાં પંડ્યાએ સતત 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી.એ પછી લાંબો સમય બેટિંગ પણ કરી હતી.ઓસ્ટ્રેલિયાના મેદાનો મોટા હોવાથી પંડ્યાને દોડીને ઘણા રન લેવા પડ્યા હતા.

ભારતની બેટિંગ દરમિયાન પંડ્યા માસપેશી ખેંચાઈ જવાની સમસ્યાથી પણ ઝઝૂમી રહ્યો હતો.જોકે બાદમાં હાર્દિકે કહ્યુ હતુ કે, મને લાગતુ નથી કે, માંસપેશી ખેંચાઈ જવાની સમસ્યા ગંભીર છે.કદાચ આવુ એટલા માટે થયુ છે કે, મેં પહેલી વખત દોડીને ટી-20માં આટલા રન લીધા છે.