• Home
  • News
  • T20 World Cup 2022: પાકિસ્તાનનુ વર્લ્ડ કપ જીતવુ મુશ્કેલ, બની રહ્યો છે આ અજબ સંયોગ!
post

પાકિસ્તાનના જૂથમાં સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવી ટીમ છે. જેણે બાબર બ્રિગેડનો સામનો કરવો પડશે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-25 18:25:43

નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમની શરૂઆત સારી રહી નથી અને તે પહેલી મેચમાં ભારત સામે હાર્યુ છે. ભારત સામે હાર બાદ પાકિસ્તાન માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે અને તે માટે સેમિફાઈનલની સફર હવે સરળ નથી. પાકિસ્તાનના જૂથમાં સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવી ટીમ છે. જેણે બાબર બ્રિગેડનો સામનો કરવો પડશે. 

ટી 20 વર્લ્ડ કપના ઈતિહાસને જોઈએ તો મેચમાં ભારતનો સામનો કરનારી ટીમ ક્યારેય જીતી શકી નથી. ટી20 વર્લ્ડ કપની છેલ્લી સિઝનમાં પણ આવો જ સંયોગ જોવા મળ્યો હતો. આ જ સંયોગ રહ્યો તો પાકિસ્તાન અને સાઉથ આફ્રિકી ટીમ આ વખતે ચેમ્પિયન બની શકશે નહીં. 

2007

ભારત 2007ના ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનીને ઉભરી હતી. ભારતે સ્કોટલેન્ડ, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાથી મેચ રમી. પછી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો. 

2009

ભારતે બાંગ્લાદેશ, આયર્લેન્ડ, વેસ્ટઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સામે મેચ રમી. જોકે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહી. પાકિસ્તાને ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને તે ટુર્નામેન્ટ જીતી હતી. 

2010

ભારતે અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઈન્ડિઝ અને શ્રીલંકાનો સામનો કર્યો. એક વાર ફરી ભારત આગળ જઈ શક્યુ નહીં પરંતુ ફાઈનલમાં પહોંચેલી ઓસ્ટ્રેલિયાને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો.

2012

ભારતનો સામનો અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા સાથે થયો. ફાઈનલમાં પહોંચેલી ટીમ શ્રીલંકા અને વેસ્ટઈન્ડિઝે ભારત સાથે મેચ રમી નથી. વેસ્ટઈન્ડિઝ આ વર્લ્ડ કપમાં વિનર બનવામાં સફળ રહી. 

2014

આ વર્લ્ડ કપમાં ભારતનો સામનો પાકિસ્તાન, વેસ્ટઈન્ડિઝ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સાથે થયો. શ્રીલંકાએ ફાઈનલમાં ભારતને હરાવીને ટ્રોફી જીતી. 

2016

ભારતે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો. જોકે સેમિફાઈનલમાં ભારતને વેસ્ટઈન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો. પછી વેસ્ટઈન્ડિઝે કલકત્તામાં થયેલી રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને પોતાની બીજી ટી20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી. 

2021

ભારતે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયાનો સામનો કર્યો. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે હારવાના કારણે ભારત સેમિફાઈનલમાં પહોંચી શક્યુ નહીં. જોકે આ ગ્રૂપથી નીકળીને ફાઈનલમાં સ્થાન બનાવનારી ન્યુઝીલેન્ડ ટીમ પણ ખિતાબ જીતી શકી નહીં. 

16 ટીમોએ લીધો છે ભાગ

વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો છે. જેમાંથી ચાર ટીમ વેસ્ટઈન્ડિઝ, સ્કોટલેન્ડ, નામીબિયા અને યુએઈ ક્વોલિફાઈન્ગ રાઉન્ડથી આગળ વધી શકી નથી.