• Home
  • News
  • બજાર જતાં પહેલાં વીંટી-વૉચ ઉતારી દો, ઉતાવળ ન કરો, નહીંતર કોરોના ઘરે આવી શકે છે, ડિજિટલ પેમેન્ટનો જ ઉપયોગ કરો
post

તહેવાર આવી ગયા છે, બજારમાંથી સામાન ખરીદવો પણ જરૂરી હોવાથી સુરક્ષિત રહેવું અત્યંત જરૂરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-11 12:15:55

ઈન્દોર: ઈન્દોરની એમજીએમ મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના અધ્યક્ષ ડૉ.વી.પી.પાંડેના જણાવ્યા અનુસાર લાંબા લૉકડાઉન પછી શરૂ થયેલાં બજાર લોકોને આકર્ષી રહ્યાં છે. લોકો જરૂરી વસ્તુઓની ખરીદી કરવાથી પોતાની જાતને રોકી શકતા નથી. એટલા માટે જ વધારે સાવચેત રહેવું જ શ્રેષ્ઠ ઉપાય છે. કોરોનાથી બચવા માટે કમ સે કમ એસેસરીઝ પોતાની પાસે રાખો. વીંટી, વૉચ પહેરતાં બચો. તે કોરોના વાહક બની શકે છે.

જ્યારે બજાર જાઓ

·         પર્યાપ્ત સમય કાઢીને જાઓ. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતી વખતે મોડું થઈ શકે છે. ઉતાવળમાં ચેપગ્રસ્તના સંપર્કમાં આવી શકો છો.

·         જે દુકાન પાસે માસ્ક ન પહેરેલા લોકો ઊભા હોય, ત્યાં ન જશો.

·         બજારમાં 6 ફૂટનું અંતર જાળવો. સેનિટાઈઝરની નાની બોટલ સાથે રાખો. કોઈ સપાટી કે વસ્તુને સ્પર્શતા કામ લાગશે.

·         જ્યાં સુધી શક્ય હોય ડિજિટલ પેમેન્ટ કરો. છુટ્ટા પૈસા સાથે રાખો.

જ્યારે બજારથી પાછા ફરો

·         બજારના સ્લીપર ઘરની બહાર જ રાખો. ઘરમાં બીજા સ્લીપર રાખો.

·         શાકભાજી તથા ખુલ્લી વસ્તુઓ પહોળા વાસણમાં મૂકી દો. બેગ કે થેલીને ઘરની બહાર જ લટકાવી દો.

·         દૂધના પેકેટ તથા અન્ય પેકેટ ડિટર્જન્ટવાળા પાણીમાં 20 સેકન્ડ મૂકો. પછી સાદા પાણીમાં ધોઈને ઉપયોગમાં લો.

·         એસેસરીઝ જેમ કે બેલ્ટ, પેન, ચાવી, ચશ્માં, વૉલેટ, મોબાઇલ ડોલમાં નાખી દો. તેને સેનિટાઈઝ કર્યા પછી ઉપયોગમાં લો.

જ્યારે કોઈના ઘરે જાઓ

·         કોરોના કાળમાં કોઈના ઘરે જતા કે કોઈને ઘરે બોલાવતા બચો.

·         જવું અત્યંત જરૂરી હોય તો ઘરમાં ન જશો. બહારથી જ વાત કરી લો. તેમના ઘરની કોઇ વસ્તુને સ્પર્શતા બચો. પાણી કે ચા પણ ન લેશો. જરૂરી હોય તો ડિસ્પોઝેબલનો ઉપયોગ કરો.

જ્યારે ઘરમાં જ હોવ

·         ડોરબેલ, દરવાજાના હેન્ડલને સેનિટાઈઝ કરતા રહો.

·         કામવાળી બાઈ કે અન્ય કર્મચારીઓને ઘરમાં પ્રવેશતા પહેલાં હાથ ધોવડાવો. તેમના માટે માસ્ક ફરજિયાત કરો. થર્મોમીટરથી તાપમાન પણ ચેક કરો. ઘરના સભ્યોનું પણ આકસ્મિક તાપમાન ચેક કરો.

·         પાણીના કેન મગાવતા હોવ તો તેનો ઉપયોગ 24 કલાક પછી કરો. ગેસ સિલિન્ડરને પણ આગામી દિવસે સ્પર્શ કરો.

 

adv

Related News

post
post
post
post
post
post
post