• Home
  • News
  • TATA બન્યું WPLનું ટાઇટલ સ્પોન્સર:પાંચ વર્ષ માટે ખરીદ્યા રાઇટ્સ, 4 માર્ચથી શરૂ થશે ટૂર્નામેન્ટ
post

બોર્ડે સ્પોન્સર ખરીદવા માટે ઇચ્છા ધરાવતી કંપનીઓ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-22 19:02:49

ટાટાએ WPLના ટાઇટલ રાઇટ્સ ખરીદી લીધા છે. BCCI અને ટાટાની વચ્ચે મંગળવારે 21 ફેબ્રુઆરીએ ડીલ સાઇન થઈ હતી. BCCIના સેક્રેટરી જય શાહે ટ્વિટ કરીને આની જાણકારી આપી હતી. ટાટાએ પાંચ વર્ષ માટે રાઇટ્સ ખરીદ્યા છે. જોકે એ વાતનો ખુલાસો થયો નથી કે રાઇટ્સ કેટાલામાં વેંચાયા છે. ટાટાની પાસે IPLના પણ ટાઇટલ રાઇટ્સ છે. તે 2022માં વીવોની જગ્યાએ સ્પોન્સર બન્યું હતું.

બોર્ડે સ્પોન્સર ખરીદવા માટે ઇચ્છા ધરાવતી કંપનીઓ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. જોકે બોર્ડે એ પણ ખુલાસો કર્યો હતો કે ટેન્ડર ડોક્યૂમેન્ટ ખરીદવાનો એ મતલબ નથી કે માત્ર આના આધારે જ બોલીમાં ભાગીદારીની પરવાનગી મળઈ જશે! બોર્ડ પહેલા બધી જ કંપનીઓની યોગ્યતાને પારખશે અને પછી જ બોલીમાં ભાગ લેવાની પરવાનગી મળશે. 4 માર્ચથી ટૂર્નામેન્ટ રમાશે.

મીડિયા રાઇટ્સ વાયકોમ 18ને મળ્યા
રિલાયન્સથી જોડાયેલી બ્રોડકાસ્ટ કંપની વાયકોમ 18એ પણ વુમન્સ IPLના પહેલા 5 વર્ષ (2023-27) સુધીના મીડિયા રાઇટ્સ ખરીદી લીધા છે. જેમાં ટીવી અને ડિજીટલ, બન્નેના રાઇટ્સ સામેલ છે. એટલે કે WPLના એક મેચના રાઇટ્સની કિંમત 7.09 કરોડ રૂપિયા થશે.

આઠ કંપનીઓએ ઓક્શનમાં ભાગ લેવા માટે ટેન્ડર ડોક્યૂમેન્ટ્સ ખરીદ્યા હતા, પરંતુ બોલી માત્ર બે જ કંપનીઓએ લગાવી હતી. વા.કોમ 18 ઉપરાંત ડિઝની ડોટસ્ટાર પણ રેસમાં સામેલ હતી. સૌથી મોટી બોલી લગાવનાર કંપની વાયકોમ 18 આ બાજી જીતી ગઈ હતી.

5 ટીમના ઓક્શન થયા
વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની 5 ટીમનું ઓક્શન થઇ ગયું છે. બોર્ડે ઓક્શનમાં સફળતા મેળવનાર કંપનીઓના નામની જાહેરાત કરી હતી. સૌથી વધુ બોલી અમદાવાદ ફ્રેન્ચાઇઝી માટે લાગી છે. આ ફ્રેન્ચાઇઝીના બદલામાં અદાણી ગ્રુપ 1,289 કરોડ રૂપિયા બોર્ડને આપશે.

અમદાવાદ સિવાય મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને લખનઉની ફ્રેન્ચાઇઝી પર બોલી લાગી છે. એટલે અહીં 5 ટીમ વુમન્સ પ્રીમિયર લીગમાં ભાગ લેશે.

મુંબઈમાં રમાશે મેચ
23
દિવસ સુધી ચાલનારી લીગની શરૂઆત 4 માર્ચથી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ગુજરાત-મુંબઈમાં રમાશે. ફાઈનલ મેચ 26 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ જ બે સ્ટેડિયમમાં આખી લીગ રમાશે. 5 ટીમ 23 દિવસમાં 22 મેચ રમશે. જેમાંથી 20 લીગ, એક એલિમિનેટર અને એક ફાઈનલ રમાશે. પહેલી સિઝનમાં ચાર ડબલ હેડર મેચ રમાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post